દક્ષિણ ગુજરાત
છેલ્લા ત્રણ દિવસથી દક્ષિગ ગુજરાતમાં મેઘાએ ઘમઘમાટી બોલાવી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે દક્ષિગ ગુજરાત તરબોળ બન્યું છે. ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે..
ડાંગના 11 જેટલા ગામો સંપર્ક વિહોણા
ભારે વરસાદના કારણે ડાંગના 11 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે વધઈમાં પણ 34 કલાકમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આહવા અને સાપુતારામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
મધ્યમ અને ભારે વરસાદ પડવાની શક્યતા
મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબુત બનવાની શક્યતા છે. અમદાવાદમાં 23 અને 24 ઓગસ્ટ દરમિયાન હળવેથી મધ્યમ અને ભારે વરસાદ પડવાની શક્યતા છે. લો- પ્રેશર 48 કલાકમાં વિદર્ભ થઈને ગુજરાત પહોંચવશે. આમ 21 ઓગસ્ટથી રાજ્યભરમાં વરસાદનું જોર વધી શકે છે.
છેલ્લા ચાર દિવસમાં ડેમની સપાટીમાં પાંચ મીટરનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 115.05 મીટર પર પહોંચી છે. એક અંદાજ પ્રમાણે ડેમમાં હાલ ગુજરાતમાં એક વર્ષ સુધી પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય એટલો પાણીનો જથ્થો છે. હાલ ડેમમાં 500.56 એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં સારા વરસાદને કારણે દમણગંગા નદી પર આવેલા મધુબન ડેમમાં પાણીની આવક યથાવત રહી છે. હાલ ડેમમાં 21,895 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી 75.75 મીટર પર પહોંચી છે. ડેમના બે દરવાજા ખોલી હાલ 19, 156 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.