Not Set/ રેલવે દ્વારા ફરીથી શરૂ કરાઈ ચાર્ટર્ડ સર્વિસ, એક કપલે ૨.૫ લાખમાં બુક કરાવી ટ્રેન

ન્યૂ દિલ્હી: દક્ષિણ રેલવેના સલેમ ડિવિઝન દ્વારા શુક્રવારથી ચાર્ટર્ડ સર્વિસને પુન: શરૂ કરવામાં આવી છે, આ સર્વિસને નિલગીરી માઉન્ટેન માટે શરૂ કરવામાં આવી છે. યૂનાઇટેડ કિંગડમથી અહિંયા હનીમૂન માટે આવેલા ગ્રેહામ વિલિયમ લિન અને સિલ્વિયા પ્લાસિક તેના પ્રથમ ગ્રાહક બન્યા છે. અત્રે તમને જણાવવું જરૂરી છે કે, નિલગીરી માઉન્ટેન રેલવેને યૂનેસ્કોની હેરિટેઝ સાઇટ્‌સમાં પણ સામેલ […]

Top Stories India
Chartered Service Started by the Railways, one Couple booked Entire Train of Rs. 2.5 lakhs

ન્યૂ દિલ્હી: દક્ષિણ રેલવેના સલેમ ડિવિઝન દ્વારા શુક્રવારથી ચાર્ટર્ડ સર્વિસને પુન: શરૂ કરવામાં આવી છે, આ સર્વિસને નિલગીરી માઉન્ટેન માટે શરૂ કરવામાં આવી છે. યૂનાઇટેડ કિંગડમથી અહિંયા હનીમૂન માટે આવેલા ગ્રેહામ વિલિયમ લિન અને સિલ્વિયા પ્લાસિક તેના પ્રથમ ગ્રાહક બન્યા છે. અત્રે તમને જણાવવું જરૂરી છે કે, નિલગીરી માઉન્ટેન રેલવેને યૂનેસ્કોની હેરિટેઝ સાઇટ્‌સમાં પણ સામેલ કરવામાં આવી ચૂકી છે.

Chartered Service Started by the Railways, one Couple booked Entire Train of Rs. 2.5 lakhs

 

ઇંગ્લેન્ડથી હનીમૂન પર ભારત આવેલા વિલિયમ અને સિલ્વિયાએ આઇઆરસીટીસીના માધ્યમથી આ ટ્રેનને બુક કરવામાં આવી છે. ઊટીથી મેટ્ટપલાયમ વચ્ચેના ૪૮ કિલોમીટરના અંતર માટે સ્પેશિયલ ચાર્ટર્ડ ટ્રેન ટ્રીપ માટે આ કપલ દ્વારા ૨.૫ લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ત્રણ કોચવાળી આ ટ્રેનમાં કુલ ૧૪૩ વ્યક્તિઓ બેસી શકે તેટલી જગ્યા છે. જો કે, આ કપલે આખી ટ્રેનને પોતાના માટે જ બુક કરાવી છે. અંદાજે સાડા પાંચ કલાકના પ્રવાસ દરમિયાન આ ટ્રેન ૧૩ પહાડોમાંથી પસાર થાય છે.

nilgiri mountain railway રેલવે દ્વારા ફરીથી શરૂ કરાઈ ચાર્ટર્ડ સર્વિસ, એક કપલે ૨.૫ લાખમાં બુક કરાવી ટ્રેન

 

આ ટ્રેન મેટ્ટપલાયમ સ્ટેશનથી સવારે ૯: ૧૦ વાગે ઉપડી અને બપોરે ૨: ૨૦ વાગે ઊટી પહોંચી જાય છે. મેટ્ટપલાયમથી કુન્નૂર સુધી આ ટ્રેનને કોલસાથી ચાલનારા એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે. જયારે કુન્નૂરથી ઊટી સુધી આ ટ્રેન માટે ડિઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. કુન્નૂર અને ઊટી સ્ટેશનો પર આ બ્રિટીશ કપલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ooty train રેલવે દ્વારા ફરીથી શરૂ કરાઈ ચાર્ટર્ડ સર્વિસ, એક કપલે ૨.૫ લાખમાં બુક કરાવી ટ્રેન

 

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિલગીરી માઉન્ટેન રેલવે ટ્રેક પર ચાર્ટર્ડ ટ્રેન સર્વિસ શરૂ કરવાથી દુનિયાભરમાં માઉન્ટેન સર્વિસને બુસ્ટ કરવામાં આવી શકે છે. આ પહેલા રેલવે દ્વારા વર્ષ ૧૯૯૭ થી ૨૦૦૦ વચ્ચે ચાર્ટર્ડ સર્વિસ ચલાવવામાં આવી હતી. આ પછી વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૪ વચ્ચે સ્પેશ્યલ ચાર્ટર્ડ નાઇટ સર્વિસ પણ શરૂ કરવામાં આવી હતી. હવે ટ્રેનના કોચ અને એન્જિનમાં સુધારો કર્યા પછી આ સેવાને ફરીથી શરૂ કરવામાં આવી છે.