Accident/ પંજાબના દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત,  100 વાહનોની અથડામણમાં 1નું મોત

પંજાબમાં ધુમ્મસના કારણે અમૃતસર-દિલ્હી નેશનલ હાઈવે પર લગભગ 13 કિલોમીટરના વિસ્તારમાં અથડામણ થઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ખન્ના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Top Stories India
YouTube Thumbnail 95 1 પંજાબના દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત,  100 વાહનોની અથડામણમાં 1નું મોત

પંજાબમાં ગાઢ ધુમ્મસના કારણે નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો. પંજાબના લુધિયાણામાં નેશનલ હાઈવે પર 100થી વધુ વાહનોની થયેલ અથડામણમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું. લુધિયાણામાં આવેલ ખન્ના શહેરના નેશનલ હાઈવે પર વાહનોના અથડામણની ઘટના બનવા પામી. જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયા હતા.

પંજાબમાં ધુમ્મસના કારણે અમૃતસર-દિલ્હી નેશનલ હાઈવે પર લગભગ 13 કિલોમીટરના વિસ્તારમાં અથડામણ થઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ખન્ના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સમયે હાઇવેના મોટા ભાગો પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી. વાહનોના અથડામણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક સફેદ કાર ટ્રકને ટક્કર માર્યા બાદ સંપૂર્ણપણે કચડી ગયેલી જોઈ શકાય છે. મીડિયા અહેવાલો અનુસાર પંજાબ રોડવેઝની બસ પણ અકસ્માતમાં સામેલ હતી.

નેશનલ હાઈવે પર વાહનોના અથડામણી આ ઘટના પ્રથમ વખત બની નથી. શિયાળાની ઋતુના પ્રારંભ સાથે ધુમ્મસના કારણે મુસાફરો સ્પષ્ટપણે જોઈ શકતા નથી. આથી વાહન ચલાવવામાં તેમને મુશ્કેલી પડે છે. જેના કારણે વાહનો એકબીજા સાથે અથડાવાની ઘટના બને છે. અગાઉ 2021માં ધુમ્મસવાળા હવામાનને પગલે 13,372 જેટલા માર્ગ અકસ્માતો થયા હતા. જ્યારે આ અકસ્માતોમાં 25,360 લોકોને ઇજાઓ થઈ હતી જયારે 12 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

તાજેતરમાં પંજાબના ખન્નામાં અમૃતસર દિલ્હી નેશનલ હાઈવે પર 100 વાહનો એકબીજા સાથે અથડામણ થયાની ઘટનામાં 12 લોકો ઘાયલ થયા અને 1 વ્યક્તિનું મોત નિપજયું. અથડામણમાં અનેક વાહનોને નુકસાન થયું. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો જે લોકોને ગંભીર ઇજા પંહોચી છે તેમને ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા છે. આ અથડામણમાં પંજાબ રોડવેઝને બસ પણ સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 પંજાબના દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત,  100 વાહનોની અથડામણમાં 1નું મોત


આ પણ વાંચો : અમદાવાદના એક રેસ્ટોરન્ટમાંથી મસાલા પાપડમાંથી નિકળ્યો જીવતો વંદો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

આ પણ વાંચો : નવસારી/ દિલધડક ઓપરેશન, ગણદેવીની અપહ્યત કિશોરીને 48 કલાકમાં છોડાવતી નવસારી પોલીસ

આ પણ વાંચો : અમદાવાદ/ ક્રિકેટ રમતાં બાળકોને લીગલ નોટિસ, 70 વર્ષના વૃદ્ધે 5 લાખનો કર્યો દાવો