અમદાવાદ/ ક્રિકેટ રમતાં બાળકોને લીગલ નોટિસ, 70 વર્ષના વૃદ્ધે 5 લાખનો કર્યો દાવો

એક સોસાયટીના કેટલાંક બાળકો બાજુની સોસાયટીના મેદાનમાં ક્રિકેટ રમતાં હતાં એ વાતની તકરાર લઈને એ સોસાયટીના રહીશ વૃદ્ધ વકીલે બીજી સોસાયટીના બાળકોના નામજોગ લીગલ નોટિસ ફટકારી અને રૂ. પાંચ લાખ પણ ચૂકવવા એવું નોટિસમાં જણાવ્યું.

Ahmedabad Top Stories
YouTube Thumbnail 2023 11 13T135400.759 ક્રિકેટ રમતાં બાળકોને લીગલ નોટિસ, 70 વર્ષના વૃદ્ધે 5 લાખનો કર્યો દાવો

Ahmedabad News: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વકીલ દંપતીએ કોમન પ્લોટમાં ક્રિકેટ રમતા બાળકોથી કંટાળીને સગીર બાળકોના નામે જાહેરમાં લીગલ નોટિસ મોકલવા બદલ વૃદ્ધ દંપતી સામે ફરિયાદ નોંધાવી છે. પડોશની સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ ક્રિકેટ રમવા બદલ 5 થી 7 સગીરોના નામે લીગલ નોટિસ ફટકારી હતી. અને બાળકો પાસેથી રૂ.5 લાખની રકમની માંગણી કરી હતી.

બાળકોના વાલીઓએ આ સામે નારાજગી વ્યક્ત કરી અને જવાબ આપ્યો કે દાદા-દાદીની ઉંમરના વડીલો નાના બાળકો સાથે રમવા માટે આવું પગલું ભરે તે અયોગ્ય છે. લીગલ નોટિસમાં જે બાળકો હજુ પુખ્ત બન્યા નથી તેમના નામ આપીને સદંતર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે, તેને પાછો ખેંચવો પડશે અન્યથા બાળકોની ઓળખ જાહેર થશે તો તેમની સામે કેસ નોંધવામાં આવશે.

 એક કાર અન્ય સોસાયટીમાં પાર્ક કરવાનો મુદ્દો પણ આ મામલામાં સામેલ છે અને વૃદ્ધે નોટિસમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, બાળકોએ ફલેટના દસ્તાવેજો ચોરી લીધાં છે, આ વૃદ્ધ દંપતિએ બાજુની સોસાયટીઓના તમામ રહીશોના નામો અને મિલકતોની વિગતો જાણવાનો પણ નોટિસ મારફતે પ્રયાસ કર્યો છે. મામલો બે સોસાયટીઓ વચ્ચે કોમન પ્લોટની માલિકીના મુદ્દે પણ આગળ વધી રહ્યો છે. આમ ક્રિકેટ અંગેનો દેખાતો આ મામલો નજીકના દિવસોમાં બે સોસાયટીઓ વચ્ચેનો વિવાદ બની જશે, એવું હાલ દેખાઈ રહ્યું છે. અમદાવાદના સમગ્ર આંબાવાડી વિસ્તારમાં આ મામલાની ચર્ચાઓ છે. આ આખો વિસ્તાર શ્રીમંત હોવાનું બહાર આવ્યું છે અને આ ડખ્ખો આગળ વધશે એમ જણાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 ક્રિકેટ રમતાં બાળકોને લીગલ નોટિસ, 70 વર્ષના વૃદ્ધે 5 લાખનો કર્યો દાવો


આ પણ વાંચો:પાકિસ્તાની જેલમાંથી 80 ભારતીય માછીમારોને મુક્ત, અટારી વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો

આ પણ વાંચો:દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક

આ પણ વાંચો:બાબરામાં કાળી ચૌદશે મોટું પાપ, માનતા પૂર્ણ કરવા બે પશુઓની બલી ચઢાવાઈ

આ પણ વાંચો:પાણીગેટના PIને આવ્યો હાર્ટ એટેક,એન્જિયો પ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી‌ કરી