ગુજરાત કરશે સ્વાગત/ દેશ વિદેશના નેતાઓ ગુજરાતના પ્રવાસે

આજે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન ગુજરાત ના મહેમાન બનશે. તો મોહન ભાગવત અને પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મુલાકાતે આવે છે.

Top Stories Gujarat Others
ગુજરાત

આજકાલ દેશવિદેશમાંથી મહેમાનો ગુજરાત માં આવી રહ્યા છે. વડાપ્રધાન છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત ની મુલાકાત લઈને બુધવારે દિલ્હી પરત ફર્યા છે. તેમની સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ અને WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ ગુજરાત ના મહેમાન બન્યા હતા. જ્યારે હવે આજે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન ગુજરાતના મહેમાન બનશે. તો મોહન ભાગવત અને પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

મળતી વિગત અનુસાર ઇંગ્લેન્ડના PM બોરિસ જ્હોન્સન આજે સવારે 8 વાગ્યે અમદાવાદમાં એરપોર્ટ પર પહોંચશે. તેમના સ્વાગત માટે અમદાવાદમાં ભવ્ય તૈયારીઓ થઇ ચૂકી છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી સ્વાગત માટે સ્ટેજ તૈયાર કરાયા છે. અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને સ્વાગત કરવામાં આવશે. બોરિસ જ્હોન્સનના રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ લગાવાયા છે. એરપોર્ટ પર આગમન બાદ આશ્રમ રોડ સુધી રોડ શૉનું આયોજન કરાયું છે. રોડ શૉ બાદ PM બોરિસ જ્હોન્સન ગાંધી આશ્રમની મુલાકાત લેશે. બોરિસ જ્હોન્સન અદાણી શાંતિગ્રામથી ગાંધીનગર હેલિપેડ પણ જશે. RSSના સરસંઘચાલક મોહન ભાગવત આજે અમદાવાદની મુલાકાતે આવશે. તેઓ ગુજરાત સાહિત્ય અકેદમીના કાર્યક્રમ શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકમાં હાજર રહેશે. ‘અનન્ય જગન્નાથ અનુભૂતિમાં’ પુસ્તકનું વિમોચન કરશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમાં જોડાશે. એલ.ડી એન્જીનિયરીંગ કોલેજના કેમ્પસમાં કાર્યક્રમ યોજાશે. ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજથી બે દિવસના પ્રવાસે આવશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો સાથે બેઠક યોજશે.

આ પણ વાંચો : પાલનપુરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ, મધરાતે પ્લેનથી લઇ ગયા આસામ

મંતવ્ય