અમદાવાદ/ અમદાવાદના એક રેસ્ટોરન્ટમાંથી મસાલા પાપડમાંથી નિકળ્યો જીવતો વંદો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

અમદાવાદ: મસાલા પાપડમાંથી નિકળ્યો જીવતો વંદો ડ્રાઇવઈન રોડ પર આવેલી કબીર રેસ્ટોરન્ટનો બનાવ ગ્રાહકે મંગાવેલ મસાલા પાપડમાં નિકળ્યો જીવતો વંદો ખાવાના શોખીનો થઇ જજો સાવધાન કેમ કે ખાવામાંથી જીવાત અને જીવડા નીકળવા એટલા સામાન્ય થઇ ગયા છે કે જાણે તે ખાવાનો જ એક ભાગ હોય. ખાવામાંથી જીવડા નીકળવા એ ટ્રેન્ડ બની ગયો છે અને આ […]

Top Stories Ahmedabad Gujarat
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 62 અમદાવાદના એક રેસ્ટોરન્ટમાંથી મસાલા પાપડમાંથી નિકળ્યો જીવતો વંદો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા
  • અમદાવાદ: મસાલા પાપડમાંથી નિકળ્યો જીવતો વંદો
  • ડ્રાઇવઈન રોડ પર આવેલી કબીર રેસ્ટોરન્ટનો બનાવ
  • ગ્રાહકે મંગાવેલ મસાલા પાપડમાં નિકળ્યો જીવતો વંદો

ખાવાના શોખીનો થઇ જજો સાવધાન કેમ કે ખાવામાંથી જીવાત અને જીવડા નીકળવા એટલા સામાન્ય થઇ ગયા છે કે જાણે તે ખાવાનો જ એક ભાગ હોય. ખાવામાંથી જીવડા નીકળવા એ ટ્રેન્ડ બની ગયો છે અને આ બનાવ રેસ્ટોરન્ટ હોય કે પછી કેફે કે પછી કોઈ સ્ટોલ. આવો જ એક બનાવ અમદાવાદના ડ્રાઈવઇન પર આવેલ એક રેસ્ટોરન્ટમાં બન્યો છે.

અમદાવાદના એક રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી છે ગ્રાહકે મંગાવેલા મસાલા પાપડમાંથી જીવતો વંદો મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર કબીર રેસ્ટોરન્ટમાં જયારે ગ્રાહક તેની ફેમીલી સાથે ત્યાં જમવા ગયા ત્યારે તેમને જમવાનો  ઓર્ડર  કર્યો હતો, ત્યારબાદ તેમને સ્ટાટર પરોસવામાં આવ્યું હતું. સ્ટાટરમાં તેમને મસાલા પાપડ મંગાવ્યો હતો અને તેમાંથી જીવતો વંદો નીકળ્યો હોવાનું કહેવામાં આવી રહ્યો છે.

પાપડમાંથી વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી અને મેનેજરને બોલાવ્યા, પરંતુ રેસ્ટોરન્ટના સંચાલકોએ મૌન સેવ્યું છે, તેઓ તરફથી કોઈ જ પ્રતિક્રિયા મળી નથી. આ સાથે જ સ્ટાટર ઓર્ડરમાં જ વંદો નીકળતા ગ્રાહકને જમ્યા વગર જ પરત જવું પડ્યું હતું. આ અગાઉ પણ આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં ખાવામાંથી જીવાત અને જીવડા મળી આવે છે આ મામલે બેદરકારી એટલી વધી રહી છે અને સાથે જ ગ્રાહકોના સવાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.

whatsapp ad White Font big size 2 4 અમદાવાદના એક રેસ્ટોરન્ટમાંથી મસાલા પાપડમાંથી નિકળ્યો જીવતો વંદો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

આ પણ વાંચો:નવસારી/દિલધડક ઓપરેશન, ગણદેવીની અપહ્યત કિશોરીને 48 કલાકમાં છોડાવતી નવસારી પોલીસ

આ પણ વાંચો:#fire_tragedy/સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર નજીક બની આગની દુર્ઘટના

આ પણ વાંચો:અમદાવાદ/ક્રિકેટ રમતાં બાળકોને લીગલ નોટિસ, 70 વર્ષના વૃદ્ધે 5 લાખનો કર્યો દાવો