#fire_tragedy/ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર નજીક બની આગની દુર્ઘટના

સાળંગપુર હનુમાનજી મંદિરમાં 175 વર્ષ પૂર્ણ થતા શતામૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી હતી. આ ઉજવણીને પગલે અને દિવાળી તહેવાર પર ભક્તોનો ધસારો જોતા ટેન્ટ બનાવાયા છે.

Gujarat

બોટાદ ખાતે આવેલ સાળંગપુર કષ્ટભંજન હનુમાજી મંદિર નજીક આગની દુર્ઘટના બનવા પામી. મંદિર નજીક વ્હાઈટ હાઉસ બિલ્ડીંગ પાછળના ટેન્ટમાં અચાનક આગ લાગી. આગમાં 5 જેટલા ટેન્ટ બળીને ખાખ થઈ ગયા. જો કે કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી. આગ દુર્ઘટનાને પગલે ટેન્ટમાં રહેલ સામાન બળીને ખાખ થતા દૂર દૂર સુધી ધુમાડાનો ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા.

સાળંગપુર હનુમાનજી મંદિરમાં શનિવારે કાળી ચૌદશ તહેવાર નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે મંદિરને 175 વર્ષ પૂર્ણ થતા શતામૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી હતી. આ ઉજવણીને પગલે અને દિવાળી તહેવાર પર ભક્તોનો ધસારો જોતા ટેન્ટ બનાવાયા છે. જેમાંથી કોઈ એક ટેન્ટમાં અચાનક આગ લાગી તેના બાદ આજુ-બાજુના 5 ટેન્ટ પણ આગની ઝપેટમાં આવ્યા. જો કે આગ સમયે ટેન્ટમાં કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી જાનહાનિનો બનાવ બન્યો નથી. ટેન્ટમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

લાખો ભક્તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા 175માં શતામૃત મહોત્વસની ઉજવણીને લઈને મેપ જાહેર કરવામાં આવ્યો છે. ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખી ટેન્ટ બનાવવામાં આવ્યા છે. તેમજ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલ મેપમાં 27 જેટલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.



આ પણ વાંચો : Gujarat Cold/ અમદાવાદને ઠંડીએ ધ્રુજાવવાનું શરૂ કર્યુઃ પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડ્યો

આ પણ વાંચો : Diwali-Fire/ રાજ્યમાં ‘જ્વલનશીલ’ અને ‘દાહક’ બની દિવાળી

આ પણ વાંચો : Accident/ અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ, સિંધુભવન રોડ પર રેસિંગના નશામાં સર્જ્યો અકસ્માત