Palanpur News/ પાલનપુર-ડીસા હાઇવે પર હિટ એન્ડ રન, વૃદ્ધનું મોત

પાલનપુર-ડીસા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના છે. હાઇવે પર રાહદારી વૃદ્ધને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો છે. વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

Gujarat Others Breaking News

Palanpur News: પાલનપુર-ડીસા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના છે. હાઇવે પર રાહદારી વૃદ્ધને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો છે. વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પાલનપુર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે શરૂ કરેલી તપાસમાં અકસ્માત સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસવા માંડ્યા છે, જેથી વાહનચાલક અંગે જાણી શકાય. આ ઉપરાંત પોલીસે મૃતક વૃદ્ધનું પોસ્ટમોર્ટમ કરીને તેનો મૃતદેહ તેના સગાસંબંધીઓને સોંપવાની પ્રક્રિયા પણ આરંભી છે. પોલીસ હાલમાં તો આ અજાણ્યા વૃદ્ધની ઓળખ સુનિશ્ચિત કરવામાં લાગેલી છે, જેથી તેનો મૃતદેહ તેના સગાસંબંધીઓને સોંપી શકાય. આ માટે મૃતકના મોબાઇલ ફોનને પણ કબ્જામાં લીધો છે.

પાલનપુર હાઇવે પર થરાદ અમદાવાદ એક્સપ્રેસ વેનું કામ ચાલી રહ્યુ છે અને આમ છતાં પણ કેટલાય વાહનચાલકો બેફામ વાહન ચલાવીને લોકોનો ભોગ લે છે. તેનો ભોગ મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોના ગ્રામીણો બને છે. તેઓ સામાન્ય રીતે સાંજના સમયે ખેતીનું કામ પૂરું કરીને ઘરે જતાં હોય ત્યારે આ બેફામ રીતે વાહન ચલાવતા કાર ચાલકોનો ભોગ બને છે.

વાસ્તવમાં વાહનચાલકોની ગતિમર્યાદા સુનિશ્ચિત કરવાની સાથે-સાથે તેઓ બેફામ રીતે કાર ન ચલાવે અને નિયત સ્પીડમાં જ કાર ચલાવે તે માટે પગલાં લેવાની જરૂર છે. આ માટે હાઇવે પર ઓટોમેટિક સ્પીડ કેમેરા લગાવાય તે જરૂરી છે. આમ થશે તો જ  વાહનોની ગતિને અંકુશમાં રાખી શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Palanpur News/બનાસ બેંક વિવાદ : ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી યોજાશે

આ પણ વાંચો: Palanpur News/પાલનપુરમાં ગ્રાહકનો ગુસ્સો ધધકયો, આગ એટલી ભભૂકી ગઈ કે આખી OLA મોપેડ ખાખ થઈ….

આ પણ વાંચો: Palanpur News/પાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ