Gujarat Cold/ અમદાવાદને ઠંડીએ ધ્રુજાવવાનું શરૂ કર્યુઃ પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડ્યો

અમદાવાદને આ વખતે દિવાળી સમયથી જ ઠંડીએ ધ્રુજાવવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે અમદાવાદ સહિત ગુજરાતના શહેરોને ધ્રુજાવતી ઠંડી ડિસેમ્બરમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઠંડી વધવા માંડી છે અને દિવાળી ટાઇમથી જ રાજ્યના વિવિધ શહેરોમાં ધ્રુજી જવાય તેવી ઠંડીનો અનુભવ સવારે અને રાત્રે થવા લાગ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Cold અમદાવાદને ઠંડીએ ધ્રુજાવવાનું શરૂ કર્યુઃ પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડ્યો

અમદાવાદઃ અમદાવાદને આ વખતે દિવાળી સમયથી જ ઠંડીએ ધ્રુજાવવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે અમદાવાદ સહિત ગુજરાતના શહેરોને ધ્રુજાવતી ઠંડી ડિસેમ્બરમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઠંડી વધવા માંડી છે અને દિવાળી ટાઇમથી જ રાજ્યના વિવિધ શહેરોમાં ધ્રુજી જવાય તેવી ઠંડીનો અનુભવ સવારે અને રાત્રે થવા લાગ્યો છે.

દિવાળી સમયે જ અમદાવાદ સહિત આઠ શહેરોમાં 20 ડિગ્રીથી વધુ નીચુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં સૌથી ઓછું 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ચાર દિવસ નલિયામાં 15થી 18 ડિગ્રીની વચ્ચે સરેરાશ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં દિવાળી પૂરી થયા પછી ઠંડી વધુ તીવ્ર બનશે તેવી આગાહી પણ છે.

હાલમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભુજ અને ડીસામાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઠંડીનો પ્રારંભ થવાની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થઈ ગયા છે. તેના લીધે ઠંડી અનુભવાશે.

નિષ્માતોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં હવે ગુજરાતમાં ઠંડીનો પ્રારંભ થશે. ઠંડા પવન શરૂ થવાના લીધે આગામી દિવસોમાં 16 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ નીકળી ગયા પછી ઠંડા પવનો શરૂ થતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાય તેમ મનાય છે. આમ વાતાવરણમાં બફારો ગાયબ થઈ ગયો છે.

હવામાન નિષ્ણાત કહે છે કે હાલમાં ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી ગયું છે. તેના લીધે ઉત્તરપૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે. આના કારણે અમદાવાદનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં આના પગલે આ અઠવાડિયા સુથી ઠંડી અનુભવાશે તેમ મનાય છે.


આ પણ વાંચોઃ Diwali-Fire/ બિહારમાં દિવાળીની રાત્રે આગની દુર્ઘટનામાં કરોડોની સંપત્તિ થઈ રાખ

આ પણ વાંચોઃ Diwali-Fire/ રાજ્યમાં ‘જ્વલનશીલ’ અને ‘દાહક’ બની દિવાળી

આ પણ વાંચોઃ Accident/ અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ, સિંધુભવન રોડ પર રેસિંગના નશામાં સર્જ્યો અકસ્માત