શિવસેનાના મુખપત્ર સામનામાં આજે સંજય રાઉત દ્વારા લેવામાં આવેલા ઈન્ટરવ્યુનો ત્રીજો ભાગ છપાયો છે. આ ભાગમાં ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે ટૂંક સમયમાં જ વારાણસી જશે અને ગંગા આરતીમાં સામેલ થશે. તેમજ તે અયોધ્યા જઈને રામલલ્લામાં પણ દર્શન કરશે. તે આ દર્શન તે હિંદુત્વ અને શિવસૈનિકો માટે કરશે.તેમણે કહ્યું કે આ કાર્યક્રમ તે જલ્દી જ બનાવશે અને વારાણસી પ્રસ્થાન કરશે.
ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર હુમલો કરતા જણાવ્યું હતું કે દેશની જનતા માટે જાહેર કરેલી યોજના માત્ર કાગળ પર જ રહી છે. જયારે મોદી સરકાર પોતાના પ્રચાર માટે ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમજ મોદી સરકાર જનતાના નાણાનો દુરઉપયોગ કરી રહી છે.
આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે અમે આગળ પણ નિશ્ચય કર્યો છે હવે અમે વર્ષ 2019માં મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ તમામ 228 બેઠક પર ચુંટણી લડશે. એનો મતબલ એ છે કે તેમણે હવે ભાજપ સાથે જોડાણ તોડવાના સંકેત આપ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે વડાપ્રધાન દેશમાં એક ચુંટણી માટેની વાત કરે છે પરંતુ ચુંટણી પ્રક્રિયામાં સુધારની માંગ કેમ નથી કરતા.
ઉલ્લેખનીય છે કે, શિવસેનાએ તેના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે દિલ્હીમાં કેજરીવાલ અને એલજી વચ્ચેનો વિવાદ ખત્મ થવો જોઈએ. કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે કામ કરવા દેવું જોઈએ. શિવસેનાએ કહ્યું કે રાજકીય ગતિરોધ અરવિંદ કેજરીવાલ અને એલજી અનીલ બેંજલ વચ્ચે ન હતો પરંતુ સીએમ કેજરીવાલ અને પીએમ મોદી વચ્ચે હતો. જો પીએમ મોદીએ ધાર્યું હોત તો તે એલજી નિયંત્રિત કરી શકયા હોત પરંતુ આ કામ પણ ઉચ્ચ ન્યાયાલયે કરવું પડ્યું છે.