આવકાર/ કોસોવોમાં ભારતીય બિઝનેસમેન માટે સુવર્ણ તકો : અનિલ મિશ્રા

યુનાઇટેડ નેશન અને અમેરિકા સહીત 110થી વધુ દેશોએ માન્યતા આપી અને વિશાલ થલોટિયાની કોસોવો ચેમ્બર ઓફ કોમર્સના ભારતીય પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

Top Stories Business
અનિલ મિશ્રા

કોસોવો એ 2008માં સર્બિયાથી આઝાદ થયેલ દેશ છે. જેને હાલ યુનાઇટેડ નેશન અને અમેરિકા સહીત વિશ્વના 110થી વધુ  દેશો માન્યતા આપી ચુક્યા છે. અમદાવાદ પધારેલ ઈન્ડો કોસોવો ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન અનિલ મિશ્રાએ કોસોવોમાં ભારતીય બિઝનેસમેન માટે કેટલી સુવર્ણ તકો રહેલી છે તી વિષે ગુજરાતીઓને માહિતગાર કર્યા હતા અને કોસવોમાં બિઝનેસ કરવા માટે ગુજરાતીઓને આમત્રંણ પણ આપ્યું હતું.

કોસોવોમાં બિઝનેસ માટેની રહેલી તક વિષે વધુ માહિતી આપતા અનિલ મિશ્રાએ કહ્યું હતું કે કોસોવો  અત્યારે ઇમ્પોર્ટ કરી રહ્યું છે અને ત્યાં પ્રોડક્શન યુનિટ નહીં  હોવાના કારણે એક્સપોર્ટ નથી કરી શકાતું. આથી ત્યાં પ્રોડક્શન યુનિટ માટે ખૂબ સારી તકો રહેલી છે અને તે જ ઉદેશને ધ્યાને રાખીને અમદાવાદનાં ડૉ.વિશાલ થલોટિયાને કોસોવો ચેમ્બર ઓફ કોમર્સના ઇંડિયન પ્રેસિડેન્ટ(ચેપ્ટર) તરીકે  નિમણુંક કરવામાં આવી છે.

વિશાલ

આ તકે ડૉ.વિશાલ થલોટિયાએ જણાવ્યું હતું કે હવે ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી વ્યાપારી કોસોવોમાં વ્યાપાર કરવા માંગશે તો તેઓ બ્રિજ તરીકે કામ કરશે. ગુજરાત એક એવું રાજ્ય છે જેના નાગરિકો વિશ્વના ખૂણે ખૂણામાં ફેલાઈને ગુજરાત અને ભારતનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે ગુજરાત અને ભારતના લોકો માટે આગામી સમયમાં કોસોવો દેશમાં ઉદ્યોગ અને વેપારની નવી તક શોધવા અને ભારતીયોને ઉદ્યોગ ક્ષેત્રમાં કોસોવો ખાતે નવી તક અપાવવા માટે તેઓ હંમેશા તત્પર રહેશે. ભારતીયો ત્યાં વ્યાપાર કરીને સારો નફો મેળવી શકે છે. કોસોવોમાં FMCG પ્રોડક્ટ જે રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓનું સાથે સાથે મેડિકલ અને એડ્યુકેશન જેવા ક્ષેત્રે ખૂબ સારી તકો રહેલી છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ