Not Set/ કેરલ વિધાનસભામાં પાસ થયેલા CAA લાગુ ન કરવાનાં પ્રસ્તાવ પર રાજ્યપાલે કહ્યું, આ ગેરબંધારણીય

કેરળનાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ કેરળ વિધાનસભાનાં પ્રસ્તાવને બકવાસ ગણાવ્યું હતુ. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનાં નિવેદનને ટેકો આપતા રાજ્યપાલે કહ્યું કે, આ પ્રસ્તાવની કોઈ કાનૂની કે બંધારણીય માન્યતા નથી. નાગરિકતા સંપૂર્ણપણે કેન્દ્રની બાબત છે અને તેથી આ પ્રસ્તાવનો કોઈ અર્થ નથી. નાગરિકતા સુધારો કાયદા સામેના પ્રસ્તાવ અંગે રાજ્યપાલે કહ્યું કે, […]

Top Stories India
Arif Mohammed Khan PTI કેરલ વિધાનસભામાં પાસ થયેલા CAA લાગુ ન કરવાનાં પ્રસ્તાવ પર રાજ્યપાલે કહ્યું, આ ગેરબંધારણીય

કેરળનાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ કેરળ વિધાનસભાનાં પ્રસ્તાવને બકવાસ ગણાવ્યું હતુ. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનાં નિવેદનને ટેકો આપતા રાજ્યપાલે કહ્યું કે, આ પ્રસ્તાવની કોઈ કાનૂની કે બંધારણીય માન્યતા નથી. નાગરિકતા સંપૂર્ણપણે કેન્દ્રની બાબત છે અને તેથી આ પ્રસ્તાવનો કોઈ અર્થ નથી. નાગરિકતા સુધારો કાયદા સામેના પ્રસ્તાવ અંગે રાજ્યપાલે કહ્યું કે, “મેં પહેલેથી જ મારો મત વ્યક્ત કર્યો છે કે સરકારનાં અધિકારક્ષેત્રની બહારનાં મુદ્દાઓ પર સરકારે સમય અને નાણાંનો બગાડ ન કરવો જોઇએ.” પરંતુ જો કેન્દ્ર સરકાર તરફથી કોઈ માંગ છે, તો મને કોઈ સમસ્યા નથી.

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ કેરળ વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પસાર થયા બાદ હિમામદલ શાસિત કેરળ વિધાનસભામાં સીએએને રદ્દ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. જો કે, રાજ્ય સરકારોનાં વિરોધ વચ્ચે મોદી સરકારે પણ તેનો તોડ શોધી કાઠ્યો છે. હવે મોદી સરકાર આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન કરવાની તૈયારી કરી રહી છે. આખી પ્રક્રિયા ઓનલાઈન હોવાને કારણે રાજ્યોનો અમલ નહીં કરવાની ધમકીનો કોઈ અર્થ નહીં રહે.

આ પહેલા મંગળવારે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પણ આ મુદ્દે નિવેદન આપ્યું હતું. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, કેરળ વિધાનસભા સહિત કોઈપણ વિધાનસભાને નાગરિકત્વ અંગે કોઈ કાયદો કે ઠરાવ પસાર કરવાનો અધિકાર નથી. આ મામલે તમામ સત્તા ફક્ત સંસદ પાસે છે. કેન્દ્ર સરકારનાં કેટલાક અધિકારીઓનાં જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિકત્વ મેળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અરજી કરવાની હાલની પ્રક્રિયાને બાયપાસ કરવાના વિકલ્પ પર વિચારણા કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.