Not Set/ ઇડી સમક્ષ હાજર થતાં પહેલાં રડી પડ્યા ડી કે શિવકુમાર, BJP પર લગાવ્યો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થવા પહેલાં કોંગ્રેસના નેતા ડી.કે.શિવકુમાર રડી પડ્યા હતા. સોમવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર મીડિયા સાથે વાત કરતા ડી.કે.શિવકુમારે કહ્યું કે, હું રડી રહ્યો છું કારણ કે, જે પિતા એ મને જન્મ આપ્યો છે,  હું તેમની પૂજા કરી શકતો નથી. ડી.કે.શિવકુમારે કહ્યું કે, સત્તામાં રહેલા ભાજપના મારા મિત્રોએ મને પૂજા કરવા […]

Top Stories India
d k ઇડી સમક્ષ હાજર થતાં પહેલાં રડી પડ્યા ડી કે શિવકુમાર, BJP પર લગાવ્યો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થવા પહેલાં કોંગ્રેસના નેતા ડી.કે.શિવકુમાર રડી પડ્યા હતા. સોમવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર મીડિયા સાથે વાત કરતા ડી.કે.શિવકુમારે કહ્યું કે, હું રડી રહ્યો છું કારણ કે, જે પિતા એ મને જન્મ આપ્યો છે,  હું તેમની પૂજા કરી શકતો નથી.

ડી.કે.શિવકુમારે કહ્યું કે, સત્તામાં રહેલા ભાજપના મારા મિત્રોએ મને પૂજા કરવા દીધી નથી. આ ચિંતાનો વિષય છે.  હું ઇડી ઓફિસથી પ્રાર્થના  કરીશ કે મારા પિતાના આત્માને શાંતિ મળે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ડીકે શિવકુમાર વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો કેસ ચાલી રહ્યો છે. 2017 માં, આવકવેરા વિભાગે ડીકે શિવકુમારના 64 સ્થળો પર દરોડા પાડ્યા હતા. કરચોરીની ફરિયાદના આધારે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન, ડી.કે.શિવકુમાર અને કોંગ્રેસના અન્ય નેતાઓએ તેમના પર રાજકીય કિન્નાખોરીને લઈને બદલાની ભાવનાથી આ પગલાં લેવાનો આરોપ લગાવ્યો હતો.

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ડી.કે.શિવકુમાર વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું, જેમની સામે શિવકુમારે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુરુવારે (29 ઓગસ્ટ) કેસની સુનાવણી કર્યા પછી કોર્ટે ડી.કે.શિવકુમારને કોઈ રાહત આપી ન હતી અને ઇડી સમન્સને ફગાવી દેવાનો ઇનકાર કર્યો હતો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.