Not Set/ પોલીસનો હપ્તો ખુલ્લો પડ્યો, સીસીટીવીએ પકડ્યા હપ્તાખોર પોલીસ કર્મીઓને

સુરત સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસનું હપ્તારાજ સામે આવ્યું છે. પોલીસના આ હપ્તારાજથી પોલીસ દ્વારા આચરવામા આવતો ભષ્ટ્રાચાર ખુલ્લો પડ્યો છે. મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં એક પાનનો ગલ્લો આવેલો છે. આ ગલ્લો પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર જ દૂર છે. જે રાત્રિના 11.30 વાગ્યે ખુલ્લો હતો. જેને બંધ કરાવવાના બહાને પોલીસ આ ગલ્લે પહોંચી હતી. વીડિયોમાં તમે જોઇ શકો છો કે સૌ પ્રથમ […]

Top Stories
srtcctv પોલીસનો હપ્તો ખુલ્લો પડ્યો, સીસીટીવીએ પકડ્યા હપ્તાખોર પોલીસ કર્મીઓને

સુરત

સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસનું હપ્તારાજ સામે આવ્યું છે. પોલીસના આ હપ્તારાજથી પોલીસ દ્વારા આચરવામા આવતો ભષ્ટ્રાચાર ખુલ્લો પડ્યો છે. મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં એક પાનનો ગલ્લો આવેલો છે.

આ ગલ્લો પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર જ દૂર છે. જે રાત્રિના 11.30 વાગ્યે ખુલ્લો હતો. જેને બંધ કરાવવાના બહાને પોલીસ આ ગલ્લે પહોંચી હતી. વીડિયોમાં તમે જોઇ શકો છો કે સૌ પ્રથમ એક પોલીસ કર્મચારી આવે છે ત્યારબાદ બીજો પોલીસ કર્મચારી આવે છે અને ગલ્લાના માલિક સાથે વાતચીત કરે છે.

બાદમાં તોડ કરવા માટે પહોંચેલા આ બન્ને પોલીસ કર્મચારીઓ ગલ્લા માલિક પાસેથી પૈસા લે છે અને પૈસા ખિસ્સામાં મુકીને ત્યાંથી જતાં રહે છે. મહત્વનું છે કે, પોલીસ દ્વારા તોડ કર્યો હોવાનું બહાર આવતાં પોલીસ બેડામાં આ વાતે ચર્ચાનું જોર પક્ડયું છે.

તો હવે શું આ બન્ને ભ્રષ્ટ અને તોડ કરતાં પોલીસ કર્મચારીઓ સામે કોઇ પગલા લેવામાં આવશે કે પછી આ બન્નેને છાવરવામાં આવશે તે જોવાનું રહેશે. મહત્વનું છે કે, આ ઘટના અંગે મંતવ્ય ન્યૂઝની ટીમે પોલીસ સ્ટેશનના અધિકારી સાથે આ ઘટનાને લઇને વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ અધિકારીઓએ આ ઘટનામાં મૌન ધારણ કરી લીધું છે.