બેઇજીંગ,
બોલીવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ ૨ માર્ચના રોજ ચીનમાં રીલીઝ કરવામાં આવી હતી અને આ ફીલ્મે પહેલા જ દિવસે ચીનમાં સફળતાના બધા જ રેકોર્ડને તોડી નાખ્યા છે.
ફિલ્મ બજરંગી ભાઈજાન ચીનમાં ૮૦૦૦ સ્ક્રીન પર રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી છે. પહેલા જ દિવસે ચીનમાં ૨.૮ મિલિયન ડોલર એટલે 15 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે
ચીનમાં કમાણીની વાત કરીએ તો સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનને આમીર ખાનની ફિલ્મ 3 ઇડીયટ્સનો ૨.૨૦ મિલિયનનો રેકોર્ડ તોડયો છે. ચીનમાં જ્યાં આમીર ખાનની ફિલ્મો એ દર્શકોના દિલને જીતી લીધા હતા ત્યાં સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનએ પણ દર્શકોના દિલમાં અનેરું સ્થાન મેળ્યું છે.
આમીર ખાનની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર ચીનમાં અત્યર સુધી ૭૫૦ કરોડ કરતા પણ વધારે કમાણી કરી ચુકી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, સલમાની ફિલ્મ બજરંગી ભાઈજાન ચીનમાં કેટલી કમાણી કરશે..?
તમને જણાવી દઈએ કે, ચીનમાં અત્યાર સુધી બોલીવુડની ૯ ફિલ્મો રીલીઝ કરવામાં આવી છે જેમાં બાહુબલી ફિલ્મને છોડીને બીજી બધી ફિલ્મો સલમાન ખાન, આમીર ખાન અને શાહરૂખ ખાનની ફિલ્મો છે.
દંગલ
આમીર ખાનની આ ફિલ્મે ચીનમાં કુલ ૧૩.૦૯ કરોડની કમાણી કરી હતી.
સિક્રેટ સુપરસ્ટાર
આ પણ આમીર ખાનની જ ફિલ્મ છે અને આ ફીલ્મે અત્યાર સુધી કુલ ૭૫૯.૯૨ કરોડની કમાણી કરી ચુકી છે અને હજી પણ આ ફિલ્મની કમાણી કરવામાં આવી રહી છે
પીકે
આ ફિલ્મે પણ ચીનમાં ઘણી સારી કમાણી કરી છે. પીકે એ કુલ ૧૨૯ કરોડની કમાણી કરી હતી.
ધૂમ ૩
આ ફિલ્મની કમાણીની વાત કરી એ તો આ ફીલ્મે કુલ ૧૯.૯૩ કરોડની કમાણી કરી હતી.
3 ઇડીયટ્સ
આમીર ખાનની આ ફિલ્મે ચીનમાં કુલ ૧૪.૧૫ કરોડની કમાણી કરી હતી.
બાહુબલી ૨
ફિલ્મ બાહુબલી ૨ એ ચીનમાં ૭.૫૪ કરોડની કમાણી કરી હતી.
હેપ્પી ન્યુ યર
શાહરૂખ ખાનની આ ફિલ્મે ચીનમાં કુલ ૨.૩૮ કરોડની કમાણી કરી હતી.
ફેન
ચીનમાં આ ફિલ્મે માત્ર ૧.૫૦ કરોડની કમાણી કરી હતી.
માય નેમ ઈઝ ખાન
શાહરૂખ ખાનની આ ફિલ્મ ચીનમાં માત્ર ૫૧ લાખની કમાણી કરી શકી હતી.