નવી દિલ્હી
અભિનેતા-નિર્માતા આમીર ખાનની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર ૧૯ જાન્યુઆરીએ ચીનમાં રીલીઝ કરવામાં આવી હતી. આમીરખાનની આ ફિલ્મ ચીનમાં રીલીઝ થતાની સાથે છવાઇ ગઈ છે. સિક્રેટ સુપરસ્ટારે ચીનમાં પ્રથમ દિવસે જ મોટી કમાણી કરી છે. પીકે અને દંગલ પછી એવું લાગે છે કે આ ફિલ્મ પણ ચીનના બોક્સ ઓફિસ પર હિટ રહેશે.
ઉલ્લેખનીય છે કે આમીરની આ ફિલ્મ ચીનમાં મોટી સફતા મળી શકે છે. આમીર ખાન ચીનમાં બોલીવુડનો લોકપ્રિય ચેહરો બની ગયો છે.
આ ફિલ્મે પ્રથમ દિવસે ૪૩.૩૫ કરોડની કમાણી કરી છે. આ કલેક્શન સાથે ચીનમાં બોક્સ ઓફિસ પર સિક્રેટ સુપરસ્ટાર નંબર વન હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મનું કલેક્શન દંગલથી પણ વધુ છે. દંગલ ફિલ્મે ચીની બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે ૧૩ કરોડની કમાણી કરી હતી. દંગલને ૪૭ દિવસમાં ૧૨૦૦ કરોડથી વધુ કમાણી કરી હતી. ૧૯ ઓકટોબરે દેશમાં રીલીઝ થઈ હતી. અને ૬૨ કરોડનું કલેક્શન કર્યું હતું.
સ્રિકેટ સુપરસ્ટાર ફિલ્મમાં કાશ્મીરની ઝાયરા વસીમ મુખ્ય રોલમાં છે. તેણે ઇંસિયા નામની છોકરીની ભૂમિકા ભજવી છે. જેનુ સ્વપ્ન ગાયિકા બનવાનું છે. નોંધનિય છે કે આ ફિલ્મ માત્ર ૧૫ કરોડના બજેટમાં બની હતી. સિક્રેટ સુપરસ્ટાર ઝી સ્ટૂડિયોઝ, આકાશ ચાવલા અને આમિર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ આમિર ખાન કિરણ રાવ દ્વારા નિર્મિત છે.