Entertainment News/ આમિર ખાનના સાવકા ભાઈ પર પૂર્વ પત્ની ઈવા ગ્રોવરના ગંભીર આરોપ: “ડાયરેક્ટર્સ સાથે સુવા માટે દબાણ કરતો”

Eva Grover Allegations: ટીવી અભિનેત્રી ઈવા ગ્રોવરે પૂર્વ પતિ અને આમિર ખાનના સાવકા ભાઈ હૈદર અલી ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. ઈવા ગ્રોવરે કર્યા ખુલાસા

Trending Entertainment
Eva Grover Allegations: ઈન્ટરવ્યુમાં કર્યો મોટો ખુલાસો

Entertainment News: ટીવી અભિનેત્રી ઈવા ગ્રોવરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પોતાના પૂર્વ પતિ હૈદર અલી ખાન (Haider Ali Khan) અંગે અનેક ગંભીર દાવા (Eva Grover Allegations) કર્યા છે. હૈદર અલી ખાન બોલિવૂડ અભિનેતા આમિર ખાનના સાવકા ભાઈ (Aamir Khan Step Brother) છે. ઈવાના જણાવ્યા મુજબ, લગ્ન બાદ તેમનું જીવન અત્યંત મુશ્કેલ બની ગયું હતું.

Eva Grover Allegations: “ડાયરેક્ટર્સ સાથે સુવા માટે દબાણ કરતો”

સિદ્ધાર્થ કનનને આપેલા ઇન્ટરવ્યુમાં ઈવા ગ્રોવરે દાવો કર્યો કે તેમના પતિ કામ અને પૈસા મેળવવા માટે તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા. આ આરોપો ઈવાના વ્યક્તિગત દાવા છે અને તેમની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

માત્ર 18 દિવસના પ્રેમ બાદ કર્યા હતા લગ્ન

ઈવાએ જણાવ્યું કે માત્ર 18 દિવસના પ્રેમસંબંધ બાદ તેમણે હૈદર અલી ખાન(Haider Ali Khan) સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ થોડા સમય બાદ પતિનો સ્વભાવ બદલાઈ ગયો અને તેઓ હિંસક બન્યા હોવાનો પણ ઈવાએ આરોપ લગાવ્યો.અભિનેત્રીએ કહ્યું કે પરિવાર ચલાવવા માટે તેમણે પોતાની કાર વેચી, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડી અને અન્ય આર્થિક બલિદાન આપ્યાં, છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહીં. તેમના જણાવ્યા મુજબ, પતિ સતત દબાણ અને હિંસક વર્તન કરતા રહ્યા.

સ્કિઝોફ્રેનિયાની વાત લગ્ન બાદ ખબર પડી હોવાનો દાવો

ઈવા ગ્રોવરે વધુમાં દાવો (Eva Grover Interview) કર્યો કે લગ્ન પછી તેમને ખબર પડી હતી કે હૈદર અલી ખાન(Haider Ali Khan) સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતા અને આ માહિતી લગ્ન પહેલાં તેમની પાસેથી છુપાવવામાં આવી હતી.

હાલની સ્થિતિ અંગે પણ વ્યક્ત કરી લાગણી

ઈવાએ ઇન્ટરવ્યુમાં (Eva Grover Interview) જણાવ્યું કે આજે હૈદર અલી ખાનની હાલત જોઈને તેમને દયા આવે છે. તેમના જણાવ્યા મુજબ, હાલમાં તેઓ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે.


આ પણ વાંચો: ઈવા ગ્રોવરનો ચોંકાવનારો ખુલાસો: આમિર ખાનના સાવકા ભાઈ પર ઘરેલું હિંસાના ગંભીર આરોપ

આ પણ વાંચો: આમિર ખાને અશનીર ગ્રોવરની બાયોપિક છોડી, શ્રદ્ધા કપૂરના નવા હીરોની શોધ શરૂ!

આ પણ વાંચો: “આ વાહિયાત માણસ છે કોણ?”: રેડ કાર્પેટ પર શ્વાન સાથે નિર્દયતા જોઈ ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ પર ભડકી મલાઈકા અરોરા