કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં અત્યારે એક સપ્તાહ જ વધ્યો છે અને બીજેપી-કોંગ્રેસની શાબ્દિક લડાઈ શરુ થઇ ચુકી છે. શનિવારે શિમોગાના ગડગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર તીખ હુમલા કરીને બોલ્યા હતા કે કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે. તેમને રાજય સરકારમાંથી ઉખાડી ફેકવાની જરૂર છે. પીએમ એ કહ્યું હતું કે 15 મે એ પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ પીપીપી એટલે કે પંજાબ-પોંડેચેરી પરિવાર રહી જશે.
પીએમ એ અહી કોંગ્રેસ પર તીખ હમલા કરીને કહ્યું હતું કે,
કર્ણાટકમાં કોંગ્રેસે બધુ દાવ પર લગાવી દીધું છે અને બાંટવાની રાજનીતિ કરી રહ્યું છે. પાછલા સમયમાં કોંગ્રેસ ગોવા, ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા બધી ચુંટણીઓ હારતી ગઈ છે. દેશના ખૂણે ખૂણે જનતાએ કોંગ્રેસને સાફ કરી દીધું છે.”
- પરિણામ પછી રહેશે માત્ર પીપીપી કોંગ્રેસ
ચુંટણી પરિણામોણે લઈને પીએમ એ જણાવ્યું હતું કે, “આ કોંગ્રેસ 15 મેં પછી પીપીપી કોંગ્રેસ બનીને રહી જશે. એટલે કે પંજાબ-પોંડેચેરી પરિવાર કોંગ્રેસ” તેમને જણાવ્યું હતું કે ‘સજાગ રહો, જાગતા રહો. જો ભૂલથી પણ કોંગ્રેસનું કોઈ આવશે તો તેમનું કામ કર્ણાટકને લુંટવાનું હશે.”
