Not Set/ રાજસ્થાનના આ ગામમાં ૨૨ વર્ષ પછી થયા કોઈ યુવકના લગ્ન, જાણો શું છે કારણ

ધૌલપુર,  આપણો ભારત દેશ આજે વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેમજ ભારતની અર્થવ્યવસ્થા આજે દુનિયાના ટોચના દેશોમાં સ્થાન ધરાવતી થઇ છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેઓનો એક માત્ર મંત્ર પણ એક વિકાસનો રહ્યો છે. પરંતુ દેશમાં આ જ વિકાસના કારણે એક ગામને મૂળભૂત સુવિધાઓ ન મળવાના કારણે ૨૨ વર્ષના લાંબા સમયગાળા […]

India

ધૌલપુર, 

આપણો ભારત દેશ આજે વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેમજ ભારતની અર્થવ્યવસ્થા આજે દુનિયાના ટોચના દેશોમાં સ્થાન ધરાવતી થઇ છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેઓનો એક માત્ર મંત્ર પણ એક વિકાસનો રહ્યો છે.

પરંતુ દેશમાં આ જ વિકાસના કારણે એક ગામને મૂળભૂત સુવિધાઓ ન મળવાના કારણે ૨૨ વર્ષના લાંબા સમયગાળા બાદ આ ગામમાં લગ્ન થઇ રહ્યા છે. આ વાત જાણીને તમે એકવાર ચોકી જશો, પરંતુ આ એક સત્ય છે.

પરંતુ જયારે ૨૨ વર્ષ બાદ આ ગામમાં કોઈ યુવકના લગ્ન થયા છે ત્યારે આ ગામના લોકોની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો.

હકીકતમાં, રાજસ્થાનના ધૌલપુર જિલ્લાથી માત્ર ૫ કિમીના અંતરે આવેલા રાજઘાટ નામના ગામમાં ૪૦ ઘરોમાં અંદાજે ૩૦૦ લોકો રહે છે, પરંતુ આ ગામના યુવકો સાથે કોઈ પણ પોતાના છોકરા-છોકરાઓના લગ્ન કરતા ન હતા. આ પાછળનું મુખ્ય કારણ છે રાજઘાટ ગામનું પછાત હોવું.

રાજઘાટ નામના એક ગામના વિકાસની વાત કરવામાં આવે તો અહિયાં માત્ર એક પ્રાઈમરી સ્કૂલ અને એક હેન્ડપંપ છે. આ હેન્ડપંપમાં પણ ખારું પાણી આવે છે. આ ગામમાં મૂળભૂત એવી રસ્તાઓ, વીજળી અને પાણીની સુવિધાઓ પણ નથી. જેથી આ ગામના મોટા ભાગના યુવક-યુવતીઓ કુવારા હતા અને કોઈ પણ માતા-પિતા પોતાની છોકરીને આ ગામમાં લગ્ન કરવા માંગતા ન હતા.

જો કે ત્યારબાદ આ ગામમાં ૨૨ વર્ષના સમયગાળા બાદ કોઈ યુવકના લગ્ન થયા છે, અને આ કારણે ગામના લોકોની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. આ દુલ્હાનું નામ છે પવન.

પવનના નામના યુવકની જાન ૨૯ એપ્રિલ, ૨૦૧૮ના રોજ મધ્યપ્રદેશના રાજઘાટથી કુસૈત ગામ માટે રવાના થઇ હતી. આ પહેલા ૧૯૯૬માં આ ગામમાં કોઈ યુવકના લગ્ન થયા હતા.