પશ્ચિમ બંગાળ/ કોલકાતાના ઈન્ડિયન મ્યુઝિયમમાં CISF જવાને ગોળીબાર કરતા એક સાથી કર્મચારીનું મોત,બીજાની હાલત ગંભીર

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સ્થિત ‘ઈન્ડિયન મ્યુઝિયમ’માં શનિવારે સીઆઈએસએફના એક જવાને તેના બે સાથીઓને ગોળી મારી દીધી હતી.

Top Stories India

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સ્થિત ‘ઈન્ડિયન મ્યુઝિયમ’માં શનિવારે સીઆઈએસએફના એક જવાને તેના બે સાથીઓને ગોળી મારી દીધી હતી. જવાને ગોળીબાર કરવા માટે પોતાના સર્વિસ વેપન AK-47નો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં એક સાથી જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજો ઘાયલ થયો હતો જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. AK-47ની ગણતરી ખતરનાક હથિયારોમાં થાય છે. સાથીઓને ગોળી માર્યા બાદ CISF જવાન અંદર હતો. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘાયલ જવાનને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી CISF જવાનની ધરપકડ કરી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ડિસેમ્બર 2019માં પણ CISF એ ભારતીય મ્યુઝિયમની સુરક્ષા સંભાળી હતી. CISF જવાને તેના સાથી જવાન પર શા માટે ગોળીબાર કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. ત્રણેય વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો કે પછી કોઈ અન્ય કારણ હતું? હાલ પોલીસ આરોપી જવાનને પકડીને પોતાની સાથે લઈ ગઈ છે.