New Delhi News/ SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાની માંગ

Reservation મુદ્દે સુપ્રીમ કોર્ટમાં PIL, કેન્દ્ર અને રાજ્યોને નોટિસ

India
Reservation

New Delhi News : SC/ST અનામત (Reservation) પ્રણાલીમાં ક્રીમી લેયર સિસ્ટમ લાગુ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરી હતી. કોર્ટએ આ મામલે કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકારોને નોટિસ જારી કરી છે.

આ અરજી વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદારે દલીલ કરી છે કે સરકારી અથવા બંધારણીય પદો પર રહેલા SC/ST પરિવારોના બાળકોને અનામત (Reservation) નો લાભ મળવો જોઈએ નહીં.

અરજીમાં શું માંગણી કરવામાં આવી હતી?

અરજીમાં કહેવામાં આવ્યું છે કે અનામત (Reservation) વ્યવસ્થાનો મૂળ હેતુ સમાજના સૌથી વધુ વંચિત વર્ગોને આગળ લાવવાનો હતો. જોકે, વર્તમાન વ્યવસ્થામાં થોડાં જ પરિવારો પેઢી દર પેઢી અનામત(Reservation) નો લાભ લઈ રહ્યા છે, જેના કારણે ખરેખર પછાત અને વંચિત લોકોને તેનો લાભ મળતો નથી.

અરજદારના કહેવા પ્રમાણે, એકવાર સરકારી નોકરી કે ઊંચા હોદ્દા મેળવી લેતા પરિવારોને ફરીથી અનામતનો લાભ આપવો બંધ થવો જોઈએ, જેથી અન્ય પછાત લોકોને તક મળી શકે.

Reservation મુદ્દે સુપ્રીમ કોર્ટનો અભિગમ

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે આ મુદ્દે તમામ સરકારો પાસેથી જવાબ માગ્યા છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે આ સંવેદનશીલ મુદ્દે તમામ પક્ષોના અભિપ્રાય જાણવા જરૂરી છે.

અગાઉ પણ થઈ છે ચર્ચા

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ CJI બી.આર. ગવઈની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે પણ અગાઉ SC/ST અનામત (Reservation) માં ક્રીમી લેયર લાગુ કરવાની જરૂરિયાત અંગે ટિપ્પણીઓ કરી હતી. આ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણીમાં નિર્ણય લેવાશે કે SC/ST અનામત (Reservation) માં ક્રીમી લેયર સિસ્ટમ લાગુ કરવી જોઈએ કે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  એકવાર ક્વોટાનો લાભ લીધો હોય તો જનરલ સીટનો હક નથી, અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

આ પણ વાંચો:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા OBC અનામત સુપ્રીમના ચુકાદાનો ભંગ !

આ પણ વાંચો:  પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા