Lifestyle News/ એક્સર્સાઇઝ કરવાથી ચીની યુવતીના પીરિયડ્સ બંધ થઇ ગયા! હોર્મોનનો રિપોર્ટ જોઇ ડૉક્ટર આશ્ચર્યચકિત્..!!

Exercise (એક્સર્સાઇઝ)ના કારણે પીરિયડ્સ અર્થાત્ ઋતુસ્ત્રાવ અચાનક બંધ થઇ જવાનો એક વિચિત્ર કિસ્સો ચીનની 23 વર્ષીય યુવતી સાથે બન્યો છે. ઝડપથી વજન ઓછું…

Trending Health & Fitness Lifestyle
Exercise,એક્સર્સાઇઝ, ચીની યુવતી, પીરિયડ્સ, બંધ

Lifestyle News: ચીનની 23 વર્ષની યુવતી એ તાજેતરમાં એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, અઠવાડિયામાં 6 દિવસથી વધારે અતિશય વ્યાયામ (Exercise) કરવાથી એના પીરિયડ્સ (Periods) અર્થાત્ માસિક ધર્મમાં આવવાનું બંધ થઇ ગયું! ડૉક્ટરોના કહેવા મુજબ, એના હોર્મોનનું સ્તર કોઈ 50 વર્ષીય મહિલા જેવું થઇ ગયું હતું!!

હૅલ્થ અને ફિટનેસ (Health & Fitness) વિશે સભાન લોકોને આંચકો આપે એવા, ચીનના પૂર્વીય ભાગમાં વસતી એક યુવતી (Chinese Girl) અંગેના એક સમાચાર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહ્યા છે અને આ મુદ્દે વ્યાપક ચર્ચાઓ પણ થઇ રહી છે. આ ચીની યુવતીના જણાવ્યાનુસાર, જરુરિયાતથી વધારેપડતો વ્યાયામ કરવાના કારણે એનો ઋતુસ્ત્રાવ (Menstrual Cycle) પૂર્ણ રીતે બંધ થઇ ગયો! મેડિકલ તપાસ દરમિયાન, જાણવા મળ્યું કે એના હોર્મોનનું સ્તર (Hormonal Level) કોઈ 50 વર્ષીય મહિલા જેવું થઇ ગયું હતું!! આ બાબતને એક ગંભીર ચેતવણી ગણતા તબીબોએ એને તરત જ એક્સર્સાઇઝ (Exercise) કરવાનું બંધ કરી દેવાની સલાહ આપી.

Exercise,એક્સર્સાઇઝ, ચીની યુવતી, પીરિયડ્સ, બંધ

સતત 70 મિનિટ સુધી આકરી કસરત (Exercise)થી પીરિયડ્સ બંધ થયા

ચીનના ઝેજિયાંગ પ્રાંત (Zhejiang Province, China)માં રહેનારી આ ચીની યુવતીએ જણાવ્યું કે, કેટલાક સમય પહેલા એનું વજન આશરે 65 કિલો હતું. વધારેપડતું ખાવાની ટેવના કારણે એ પોતાના શરીરથી અસંતુષ્ટ રહેતી હતી. આથી એણે ઝડપથી વજન ઘટાડવાનો નિર્ણય લીધો અને આ વેટ લોસ જર્ની (Weight Loss Journey)માં એ એટલી ખૂંપી ગઇ કે, એેને વ્યાયામની આદત પડી ગઇ. અઠવાડિયામાં 6 દિવસ એ લગભગ 70 મિનિટ સુધી આકરી કસરતો (Exercise) કરવા લાગી હતી અને એ પણ શરીરને પર્યાપ્ત આરામ આપ્યા વિના!

શરીરમાં પરિવર્તનનો અનુભવ થયો

કેટલાક મહિનાઓ બાદ, આ યુવતીએ પોતાના શરીરમાં પરિવર્તન મહેસૂસ કર્યુ. એની ઋતુસ્ત્રાવની માત્રા ધીમે-ધીમે ઓછી થવા લાગી. આખરે તો પરિસ્થિતિ ત્યાં સુધી વણસી ગઇ કે, છેલ્લે તો એને પીરિયડ્સ દરમિયાન કેવળ બે જ કલાક રક્તસ્ત્રાવ થયો હતો! આથી ગભરાઇ ગયેલી યુવતીએ હોસ્પિટલમાં પોતાની શારીરિક તપાસ કરાવી. રિપોર્ટ જોઇને તો ડૉક્ટર પણ ચોંકી ગયા! એ રિપોર્ટનો સ્પષ્ટ નિષ્કર્ષ હતો કે આ યુવતીના હોર્મોનનું લેવલ કોઈ 50 વર્ષીય મહિલા જેટલું હતું!

Exercise,એક્સર્સાઇઝ, ચીની યુવતી, પીરિયડ્સ, બંધ

ગાયનેકોલોજીસ્ટે શું કહ્યું?

સ્ત્રી રોગ વિશેષજ્ઞે (Gynecologist) જણાવ્યા અનુસાર, આ સ્થિતિને એક્સર્સાઇઝ (Exercise) સાથે સંલગ્ન એમેનોરિયા કહેવાય છે. આ ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે શરીરને પર્યાપ્ત ઊર્જા મળતી નથી પરંતુ ઘણી વધારે ઊર્જા ખર્ચાય છે. આ પરિસ્થિતિમાં શરીર પ્રજનન પ્રક્રિયાને અસ્થાયી રુપે બંધ કરી દે છે જેથી જીવન બચાવી શકાય!

હોર્મોનલ અસંતુલનની પ્રક્રિયા

તબીબો (Doctors)ના મતે, અત્યાધિક વ્યાયામ કરવાથી મસ્તિષ્કમાં ગોનાડોટ્રૉફિન હોર્મોન (Gonadotrophin Hormone)નો સ્ત્રાવ ઓછો થઇ જાય છે. જેના કારણે ઓવ્યુલેશન (Ovulation) થંભી જાય છે અને પીરિયડ્સ અનિયમિત થાય છે અથવા તો રજસ્વલા થવાની ક્રિયા (Periods) બંધ થઇ જાય છે.

Exercise,એક્સર્સાઇઝ, ચીની યુવતી, પીરિયડ્સ, બંધ

આ કિસ્સામાં પેશન્ટ મહિલાની કિડની (Kidney) નબળી થવાના સ્પષ્ટ લક્ષણો પણ જોવા મળ્યાં હતા. જેથી શરીરનું સંતુલન સુધારવાના હેતુથી એને પારંપરિક ચીની દવાઓ (Medicines) આપવામાં આવી હતી અને વર્ક આઉટ (Work Out)ને તત્ક્ષણ રોકવાનું કહેવામાં આવ્યું હતુ.

ઉપચાર અંગેનું માર્ગદર્શન અને ચેતવણી

બેજીંગ યૂનિયન મેડિકલ કૉલેજ હોસ્પિટલ (Beijing Union Medical College)ના ડૉક્ટર લિયૂ હાઇયુઆન ના જણાવ્યાનુસાર, “ઝડપભેર 15 કિલોથી વધારે વજન ઘટવાને કારણે પિરીયડ્સ બંધ થઇ શકે છે.” એમણે મહિલાને બે થી ત્રણ મહિના સુધી પૂર્ણ રીતે આરામ કરવાની સલાહ આપી હતી. ત્યાર બાદ, હળવો વ્યાયામ જેમ કે યોગ (Yoga) અથવા તો અઠવાડિયામાં 3 થી 4 વખત આરામથી વોર્મ અપ એક્સર્સાઇઝ (Exercise) કરવાની ભલામણ કરી હતી.

આ કિસ્સો ફિટનેસના નામ પર વ્યાયામના અતિરેકથી બચવાની ચેતવણી (Warning) આપતી લાલ બત્તી સમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શું પીરિયડ્સ દરમિયાન કોફી પીવી સલામત છે? ડોક્ટર પાસેથી જાણો ફાયદા અને ગેરફાયદા

આ પણ વાંચો: પીરિયડ્સમાં મહિલાને વોશરૂમ જવાની ના પાડી, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આ પણ વાંચો: અનિયમિત પીરિયડ્સની સમસ્યાનો હવે નહીં કરવો પડે સામનો! પીવો આ 3 સ્વાદિષ્ટ Drinks…