MANTAVYA Vishesh/ જાન્યુઆરી 2026થી બદલાનારા નિયમની તમારા પર શું અસર?

યુપીઆઈથી લઈને બેન્કિંગ, ટેક્સ્ટાઇલ અને ડિજિટલ પેમેન્ટ, ઇન્કમ ટેક્સ, રોકાણ, પાનકાર્ડ દરેક મોરચે ફેરફાર થવાના છે. હવે જો તમે આ ફેરફારના સંદર્ભમાં કોઈ ફેરફાર ન કર્યો તો તમારા પર તેની વિપરીત અસર પડી શકે છે.

Mantavya Vishesh

નવું વર્ષ દરેકના જીવનમાં મોટું પરિવર્તન લઈને આવવાનું છે. નવા વર્ષમાં થનારા ફેરફારો પર જો તેણે ધ્યાન નહીં આપ્યા તો તેના ખિસ્સા પર વિપરીત અસર પડી શકે છે. નવુ વર્ષ દેશના સામાન્ય નાગરિકોના જીવનમાં પણ મોટો ફેરફાર લઈને આવી રહ્યું છે. યુપીઆઈથી લઈને બેન્કિંગ, ટેક્સ્ટાઇલ અને ડિજિટલ પેમેન્ટ, ઇન્કમ ટેક્સ, રોકાણ, પાનકાર્ડ દરેક મોરચે ફેરફાર થવાના છે. હવે જો તમે આ ફેરફારના સંદર્ભમાં કોઈ ફેરફાર ન કર્યો તો તમારા પર તેની વિપરીત અસર પડી શકે છે. તમે જો આ ફેરફારો પર ધ્યાન ન આપ્યું તો દંડ ભરવો પડી શકે છે અથવા તો તમને મળતી નાણાકીય સેવાઓ પર અસર પડી શકે છે.

નવો ઇન્કમ ટેક્સ કાયદો અમલી બનશે

નવા વર્ષમાં સૌથી મોટો ફેરફાર ઇન્કમ ટેક્સ વ્યવસ્થામાં ઐતિહાસિક ફેરફારનો છે. કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત મુજબ 1961નો આવકવેરા ધારો હવે ઇતિહાસ બની જશે. આમ છ દાયકા જૂના કાયદાનો અંત આવશે.  નવા વર્ષમાં પહેલી એપ્રિલ 2026થી દેશમાં નવો આવકવેરા ધારો લાગુ પડશે. આ કાયદાનો હેતુ ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો અને ટેક્સને લગતા કેસોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. તેથી નાણાકીય આયોજનના હિસાબે આ બે દિવસ મહત્વના છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની અંતિમ તક

નાણાકીય વર્ષ 2024-25 (આકારણી વર્ષ 2025-26)માં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી. હવે જે કરદાતા ચૂકી ગયા હોય તેમના માટે વિલંબિત રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 છે. જો તમે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ન ભરો તો ટેક્સ રિફંડ ક્લેમ નહીં કરી શકો. 31 ડિસેમ્બરે રિટર્ન ભરવા માટે તમારે અપડેટે રિટર્નની મદદ લેવી પડશે, જે ઘણું મોઘું પડશે. 12 મહિનાની અંદર આ રીતે વિલંબિત રિટર્ન ભરવા બદલ ટેક્સની 25 ટકા પેનલ્ટી ભરવી પડશે. તમે જો 24 મહિના વિલંબ કરો તો કુલ ટેક્સ પર 50 ટકા દંડ લાગશે અને 36થી 48 મહિના વિલંબ કરો તો કુલ ટેક્સ પર 60થી 70 ટકા દંડ ભરવાનો આવશે.

ક્રેડિટ સ્કોરના નિયમોમાં ફેરફાર

ઋણ લેનારાઓ માટે નવા વર્ષમાં સૌથી મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. સૌથી મોટો ફેરફાર ક્રેડિટ સ્કોરના રિપોર્ટિંગમાં થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ક્રેડિટ બ્યૂરો (સિબિલ વગેરે) માસિક આધાર પર અપડેટ કરતા હતા. હવે તે પહેલી જાન્યુઆરી 2026થી માસિક આધારે અપડેટ કરશે. તેની સીધી અસર તમારા સ્કોર પર તરત દેખાશે. આમ સમયસર ચૂકવણી કરનારા ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર ઝડપથી સુધરશે અને તેમને લોન મળવામાં સરળતા થશે. આમ તમે લોનનો ઇએમઆઇ કે ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણીમાં એક દિવસનો પણ વિલંબ કરો છો તો તેની સીધી અસર સ્કોર પર દેખાશે.

સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરમાં ઘટાડો

રિઝર્વ બેન્કે તાજેતરમાં જ ચાવીરૂપ વ્યાજદર 0.25 ટકા ઘટાડી 5.25 ટકા કર્યો છે. રેપોરેટ ઘટ્યા પછી બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો છે. આ સંજોગોમાં સરકાર પહેલી જાન્યુઆરીથી શરૂ થનારા ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે. જો તમે સરકારની યોજનામાં રોકાણ કરવા માંગતા હોવ તો વર્ષના અંત પહેલાં જ કરી દેવું. આના લીધે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ અને એનએસસીના વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવના છે.

UPI-ડિજિટલ પેમેન્ટને લઈ આકરા નિયમ

દેશમાં ડિજિટલ ફ્રોડમાં થયેલા વધારાના પગલે રિઝર્વ બેન્કે યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટને લઈને નિયમ વધુ આકરા કર્યા છે. સરકારના અને રિઝર્વ બેન્કના આદેશ મુજબ યુપીઆઈ પ્લેટફોર્મથી ગૂગલ પે, વોટ્સએપ અને ફોનપેએ વધુ આકરી કેવાયસી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. નવા નિયમ હેઠળ મોબાઇલ નંબર વેરિફિકેશન અને એકાઉન્ટ લિંક કરવાની પ્રક્રિયામાં વધારાનું સુરક્ષા સ્તર જોડવામાં આવી રહ્યુ છે, જેથી બનાવટી એકાઉન્ટ પર લગામ લગાવી શકાય.

પાન-આધાર લિંક ન થયા તો પાન નિષ્ક્રિય થઈ શકે

આ વખતે પાન કાર્ડ અને આધારને લિંક કરવા માટેની ડેડલાઇન લંબાવવામાં આવી નથી. પાન અને આધાર લિંક કરવા ફરજિયાત છે. આ પ્રક્રિયા પૂરી કરી ન હોય તો પહેલી જાન્યુઆરી 2026થી તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાન કાર્ડ અને આધાર લિંક ન થવાના સંજોગોમાં તમારું બેન્ક ખાતુ નિષ્ક્રિય થઈ શકે છે. તેનાથી ટેક્સ રિફંડ અટકવા, બેન્ક ખાતુ ખોલવામાં તકલીફ અને મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં રોકાણ અટકવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તમારે જો ખાતુ નિષ્ક્રીય ન કરવું હોય તો આ પ્રક્રિયા પૂરી કરવી જ રહી.

એલપીજી-ઇંધણની કિંમતોમાં ફેરફાર

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દર મહિનાની પહેલી તારીખે ઇંધણની કિંમતોની સમીક્ષા કરે છે. પહેલી જાન્યુઆરી 2026થી એલપીજી (ડોમેસ્ટિક-કોમર્સિયલ), સીએનજી અને એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના નવા ભાવ જારી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોના આધારે તેમા ફેરફાર સંભવ છે. તેની સીધી અસર રસોઈ બજેટ અને ટ્રાવેલ બજેટ પર પડતી દેખાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો