public outcry/ સ્માર્ટ મીટર, પ્રજા ‘સ્માર્ટ’ નીકળી, તંત્ર સામે જનઆક્રોશ ’45 ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાને’

ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી જો અત્યારે વાયુના વેગે ચર્ચાતો હોય તો તે મુદ્દો લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળશે પણ સ્માર્ટ મીટરનો વિવાદ છે. એમજીવીસીએલથી લઈને પીજીવીસીએલ સહિતની કચેરીઓએ સ્માર્ટ મીટરના મુદ્દે પારોઠનાં પગલાં ભરવા પડયા છે.

Mantavya Vishesh Gandhinagar Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others

ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી જો અત્યારે વાયુના વેગે ચર્ચાતો હોય તો તે મુદ્દો લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળશે પણ સ્માર્ટ મીટરનો વિવાદ છે. એમજીવીસીએલથી લઈને પીજીવીસીએલ સહિતની કચેરીઓએ સ્માર્ટ મીટરના મુદ્દે પારોઠનાં પગલાં ભરવા પડયા છે. આ સ્માર્ટ મીટરને લઈને જનઆક્રોશ એટલો વધી ગયો છે કે છેવટે સરકારે કહેવું પડ્યું છે કે સ્માર્ટ મીટર ગ્રાહકની મંજૂરી વગર લગાડવામાં નહીં આવે. કન્ઝ્યુમર ફોરમ પણ આ મુદ્દે મેદાનમાં આવ્યું છે.

સ્માર્ટ મીટરના મુદ્દે મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતની પ્રજામાં ભારેલો અગ્નિ છે. આજે કેટલાય સ્થળોએ એમજીવીસીએલને પીજીવીસીએલના કર્મચારીઓ ભાગવાના દહાડા આવ્યા છે. લોકો આ બંને ઝોનની કચેરીઓ સામે રીતસરનો હોબાળો બોલાવી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. રીતસરના સરકારના નામના છાજિયા લઈ રહ્યા છે. લોકોમાં આ મુદ્દે જબરજસ્ત આક્રોશ છે.

આ આક્રોશ કેમ ન હોય. સામાન્ય રીતે સ્માર્ટ મીટર લોકોની સગવડતા માટે હોય છે, પણ જો સ્માર્ટ મીટર લગાવ્યા પછી તમારુ દર બે મહિને આવતુ સરેરાશ બિલ ફક્ત 15 જ દિવસમાં ચાર હજાર આવતું થઈ જાય તો આને સ્માર્ટ મીટર કઈ રીતે કહેવાય, આ ચોક્કસ આને સ્માર્ટ મીટર નહીં પણ પ્રજાને લૂંટવાનો કીમિયો કહી શકાય. આશ્ચર્યની વાત તો એ છે કે ઉત્તરપ્રદેશમાં સ્માર્ટમીટર લગાવવાનો પ્રયોગ સફળ રહ્યો છે, વીજ ચોરી ડામવા માટેઆ પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેને સફળતા પણ મળી છે. તેના લીધે વીજચોરી અંકુશમાં આવી છે. પણ ત્યાં આવી કોઈ બૂમરાણ મચી નથી. તેનાથી વિપરીત ગુજરાતમાં તો સ્માર્ટમીટર સામે લોકોમાં ઉનાળાની 45 ડિગ્રી કરતાં પણ વધુ ગરમી જોવા મળી છે.

પણ એમજીવીસીએલ અને પીજીવીસીએલના તંત્રના પ્રજાને લૂંટવાના કીમિયામાં હાથ હેઠા પડ્યા છે. જનઆક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં આવી જ સ્થિતિ છે. તેથી જ એવો ગણગણાટ છે કે શાસક પક્ષે એટલા માટે જ આ સીટ બિનહરીફ કરાવવી પડી છે.

મતદારો  વખતની ચૂંટણીમાં સત્તા પર લીલની જેમ જામી ગયેલા સત્તાધીશોને તેમનો પંચ બતાવે તેવી પૂરેપૂરી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટરના નામે પ્રજાને લૂંટવાનો કીમિયો રીતસરનો ઉઘાડો પડી ગયો છે. આના લીધે સમગ્ર પ્રજા હલબલી ઉઠી છે, આજે જેના પર વિશ્વાસ મૂકીને ખોબલે ખોબલે મત આપ્યા તે શાસકો હવે રીતસરની ઉઘાડી લૂંટ કરવા પર ઉતરી આવતા પ્રજાને જાણે છેતરાયાનો અહેસાસ થઈ રહ્યો છે.

તેથી પ્રજા સમજી ગઈ છે કે શાસક પક્ષ હવે વિપક્ષને ખાઈ ગયો છે ત્યારે તેમણે પોતે જ મેદાનમાં ઉતરવું જ રહ્યુ. તેથી વડોદરા, સુરત, ભરૂચ અંકલેશ્વર જેવા શહેરોમાં લોકો રીતસરના રસ્તા પર ઉતરી આવ્યા છે. થોડો ઘણો ભાવવધારો હોય તો લોકો સમજી પણ લે, પણ આ તો રીતસર ઉઘાડી લૂંટ આરંભી તે તો ક્યાંથી જાય. ગરીબ માણસ બિચારો વીજળીનું બિલ ભરે, છોકરાઓના ભણતરના ખર્ચા ઉઠાવે કે પછી પોતાનું પૂરુ કરે.

સરકારે આમ પણ ખાનગી શાળાઓને તો લોકોને લૂંટવાનો પરવાનો આપી દીધો છે અને સરકારી શાળાઓને મર્જ કરી અને ધીમે-ધીમે ઓછી કરી તાળા મારી રહી છે તથા શિક્ષણનું ખાનગીકરણ કરી દીધું છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ શરૂ કરી દીધી છે. આ બે લૂંટ તો રીતસરની ચાલુ જ છે અને પ્રજાએ તે સ્વીકારી લીધી છે. પણ હવે સ્માર્ટ મીટરના નામે નવી લૂંટ શરૂ કરી તેની સામે પ્રજાએ બાંયો ચઢાવી છે. શાસક પક્ષની પ્રજાને ઓછી આંકવાની ભૂલ હંમેશા ભારે પડતી જ આવી છે. 1984માં 148 બેઠક મેળનારી કોંગ્રેસને પણ આવું જ શૂરાતન ચઢ્યું હતું અને કોંગ્રેસે પ્રજાને તડકે મૂકી દીધી હતી. તેના પાંચ વર્ષ પછીની ચૂંટણીમાં લોકોએ પણ પછી કોંગ્રેસને એવી તડકે મૂકી દીધી કે આજે ગુજરાતમાં કોંગ્રેસ 44.5 ડિગ્રી તાપમાનમાં પણ સ્પષ્ટ વિઝનમાં પણ દેખાતી નથી.  હવે જો શાસક પક્ષ આ જ મનોદશામાં રાચતો રહેશે તો રસ્તા પર ઉતરેલી પ્રજા તેમને કાયમ માટે રસ્તા પર લાવી દેશે તે હકીકતમાં કોઈ મીનમેખ નહીં રહે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GSFC યુનિ.ના ગરુડા એરોસ્પેસ સાથે એમઓયુ પર સહીસિક્કા

આ પણ વાંચો: આગામી દિવસોમાં ગરમીનો વધતો જશે, સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું

આ પણ વાંચો: લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી હતા, વરરાજાના પિતા દુલ્હનની માતા સાથે….