પાકે. ભારત સામે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતાં ચીની બનાવટના અનેક શસ્ત્રોનો ઉપયોગ કર્યો, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો. આશ્ચર્યની વાત એ છે કે પાક.નું કોઈ શસ્ત્ર ભારત સામે ફાવ્યું નથી. પાકે. ભારત સામે ઉપયોગમાં લીધેલા નીચેના શસ્ત્રો નીચે મુજબ છે.
PL-15E મિસાઇલ
પાકિસ્તાન આ મિસાઇલ ચીન પાસેથી ખરીદી છે. આ મિસાઇલને PL-12E નું અત્યાધુનિક સ્વરૂપ મનાય છે. પાકે. 8મી મેના રોજ ભારત પર હુમલો કરવા આ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. ચાર મીટર અને 200 કિલો વજન ધરાવતી આ મિસાઇલ ફાઇટર જેટ જેવા મોટા લક્ષ્યોને નષ્ટ કરી શકે છે.
CH-4 ડ્રોન
પાકિસ્તાનને આ ડ્રોન ચીન પાસેથી મળેલા છે. આ ડ્રોન અત્યાધુનિક ડ્રોન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેને ચીનની એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ નિરીક્ષણ માટે અને લશ્કરી હેતુઓ માટે પણ થઈ શકે છે. તે 40 કલાક સુધી હવામાં રહી શકે છે. તે પાંચ હજાર મીટરની ઊંચાઈએથી એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઇલ લોન્ચ કરી શકે છે. પણ તે ભારતની સામે આશ્ચર્યજનક રીતે સદંતર નિષ્ફળ ગયું હતું.
રાડાર સિસ્ટમ JY-27A
હાઇફ્રીકવન્સી રાડાર સિસ્ટમ પાકિસ્તાનને ચીન પાસેથી મળી રહી છે. તે 500 કિ.મી.ના અંતરેથી દુશ્મનના સ્ટીલ્થ રેન્જ એરક્રાફ્ટ અને મિસાઇલ શોધી શકે છે. તેને રશિયાની નેબો SVU રડાર સિસ્ટમની સમકક્ષ માનવામાં આવે છે. તેને એકથી બીજી જગ્યાએથી સરળતાથી લઈ જઈ શકાય છે. ભારતીય મિસાઇલો સામે તેની કોઈ કારી ફાવી ન હતી.
PK-100 B જામર
એક ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે (FPGA)એ જામર છે. તેનો ઉપયોગ એક કરતાં વધુ પ્રકારના ઉપકરણમાંથી સિગ્નલોને અવરોધિત કરવા થઈ શકે છે. તેનો ઉપયોગ રેડિયો અને મોબાઇલ સિગ્નલોને વિક્ષેપિત કરવા થઈ શકે છે. તે યુદ્ધ જેવી સ્થિતિમાં કામમાં આવે છે.
CTN 105 બ્રીફકેસ સેલ્યુલર જામર
આ એક પોર્ટેબલ જામર છે. તેનો ઉપયોગ પાકિસ્તાન આર્મી અને પોલીસ કરે છે. તેનાથી ટેલિફોનિક વાતચીતમાં અવરોધ સર્જી શકાય છે.
HQ-9P એર ડિફેન્સ સિસ્ટમ
હોંગ-ક્યુઇ-9 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું નિર્માણ ચીની કંપની ચાઇના પ્રીસીઝન મશીનરી ઇમ્પોર્ટ એન્ડ એક્સ્પોર્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ મધ્યમથી લાંબા અંતરના લક્ષ્યોને ખતમ કરવા માટે જમીનથી હવામાં માર કરતી મિસાઇલ સિસ્ટમ છે. તે 260 કિ.મી. સુધીના લક્ષ્યોને ટ્રેક કરી શકે છે. ભારતે લાહોરમાં આવી એક એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડી છે. આમ આ સિસ્ટમ પોતાના પરના જ હુમલાને રોકી શકી નથી.
J-17 ફાઇટર
પાકિસ્તાન પાસે ચીનની બનાવટના J-17 ફાઇટર છે. આ પ્લેનને ભારતના જગુઆર-2000 પ્લેનની સમકક્ષ છે. આ ચોથી પેઢીનું લાઇટવેઇટ, સિંગલ એન્જિન, મલ્ટિરોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે. તેને ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. તેની રેન્જ 3,500 કિ.મી. છે. તેની સાથે ચાઇનીઝ મિસાઇલ ફીટ કરી શકાય છે.
F-16 ફાઇટર
પાકિસ્તાન પાસે અમેરિકન બનાવટના રહી ગયેલા શસ્ત્રોમાં હોય તો આ એક ફાઇટર વિમાન છે. આ સુપરસોનિક મલ્ટિરોલ ફાઇટર એરક્રાફ્ટ અમેરિકાની જીઇ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે અગાઉની પેઢીઓના વિમાન કરતાં ઘણું નાનું છે, પરંતુ તે એડવાન્સ્ડ એરોડાઇનેમિક્સ અને એવિયોનિક્સથી સજ્જ છે. તે મહત્તમ મેક-ટુ સ્પીડ સુધી જઈ શકે છે. તેમા વિવિધ પ્રકારના મિસાઇલ અને બોમ્બ અને પોડ્સ ફિટ કરી શકાય છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
