Dharma & Bhakti/ હોળાષ્ટક 2026થી હોલિકા દહન સુધી…આ 8 દિવસ દરમિયાન શું કરવું અને શું ન કરવું….?

Holashtak 2026 (હોળાષ્ટક) 24 ફેબ્રુઆરીથી શરુ થશે. આમ તો હોળીના 8 દિવસ પહેલાના સમયમાં કોઇ શુભ કાર્ય નથી થતા પરંતુ, જન્મ અને મૃત્યુ પછી કરવામાં…

Trending festival Religious Rashifal Dharma & Bhakti
Holashtak 2026 ,હોળાષ્ટક, સગાઇ, ગૃહપ્રવેશ, ધૂળેટી

Dharm & Bhakti: હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક મનાવવામાં આવે છે. એની શરુઆત હોળીના તહેવારના 8 દિવસ અગાઉથી થઇ જાય છે. પંચાંગ અનુસાર, આ વર્ષ 2026માં હોળાષ્ટક (Holashtak 2026) 24 ફેબ્રુઆરી અર્થાત્ આવતીકાલથી શરુ થશે અને એનું સમાપન 3 માર્ચે થશે.

હોળાષ્ટક (Holashtak 2026) ક્યારથી છે?

આમ તો હોળીને રંગોનો તહેવાર માનવામાં આવે છે અને સમગ્ર ભારતમાં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ એને મનાવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ પર્વો પૈકીનો એક પ્રમુખ તહેવાર ગણાય છે. જે ઋતુકાળ પરિવર્તનનો પણ સંકેત છે. આ દિવસે હોલિકાદહન કરવામાં આવે છે જે દુષ્ટતા પર સારપના વિજયનું અને વસંતના આગમનનું પણ પ્રતીક છે. આ વર્ષે 3 માર્ચ 2026ના રોજ હોળી અને 4 માર્ચ 2026 ના રોજ રંગોત્સવ અર્થાત્ ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવશે.

Holashtak 2026 ,હોળાષ્ટક, સગાઇ, ગૃહપ્રવેશ, ધૂળેટી

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, આ હોળાષ્ટકનું વિશેષ મહત્વ રહેલું છે કારણ કે, આ દરમિયાન જ હોળીની તૈયારીઓ શરુ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકની શરુઆતના દિવસે જ શિવજી (Lord Shiva)એ કામદેવને ભસ્મ કર્યો હતો. આ સમય દરમિયાન પ્રત્યેક દિવસે જુદા-જુદા ગ્રહો (Grah) ઉગ્ર અવસ્થામાં હોય છે આથી આ સમય દરમિયાન, કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી….

આમ તો હોળીના 8 દિવસ પહેલાના સમયમાં કોઇ શુભ કાર્ય નથી થતા પરંતુ, જન્મ અને મૃત્યુ પછી કરવામાં આવતા વિધિવિધાન કરી શકાય છે. પંચાંગ અનુસાર, આ વર્ષ 2026માં હોળાષ્ટક 24 ફેબ્રુઆરી (24 February 2026) અર્થાત્ આવતીકાલથી શરુ થશે અને એનું સમાપન 3 માર્ચ (3 March 2026)ના રોજ થશે. તો ચાલો હવે જાણીશું, હોળાષ્ટકના આ 8 ભારે ગણાતા દિવસ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઇએ….

હોળાષ્ટક દરમિયાન શું ન કરવું?

1. આ સમયગાળા દરમિયાન લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, મુંડન (બાબરી) અથવા તો નામકરણ જેવા માંગલિક કાર્યો કરવાનું ટાળવું જોઇએ. એવી માન્યતા છે કે, આ સમય દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે.

2. આ દરમિયાન, નવો બિઝનેસ શરુ કરવો, મોટું રોકાણ કરવું અથવા તો નવું ઘર ખરીદવું વગેરે કાર્યો સ્થગિત રાખવા જોઇએ કારણ કે, આ સમયમાં કરવામાં આવતા કામોમાં અંતરાય અથવા તો નુકસાન થઈ શકે છે.

3. આ અવધિ દરમિયાન, માનસિક તણાવ (Tension)માં વૃદ્ધિ થઈ શકે છે આથી જ કોઈ પણ પ્રકારના વિવાદ, ગુસ્સો કે ચર્ચાઓ કરવાનું ટાળવું અને શાંતિ રાખવી જોઇએ. આમ કરવાથી સંબંધોમાં કડવાશ ઉત્પન્ન થઇ શકે છે.

4. હોળાષ્ટક દરમિયાન, માંસાહાર, દારુ (Nonveg, Alcohol) વગેરેનું સેવન કરવાથી બચવું. વધારેપડતા મસાલેદાર કે તામસિક ભોજનથી પણ અંતર રાખવું જોઇએ. આમ કરવાથી મન અને શરીર બંને સંતુલિત રહે છે.

5. આ દરમિયાન નકારાત્મક વિચારો અને આળસ વધે છે આથી પૂજા-પાઠ, ધ્યાન અને સકારાત્મક કાર્યોમાં મન પરોવવું બહેતર રહેશે.

Holashtak 2026 ,હોળાષ્ટક, સગાઇ, ગૃહપ્રવેશ, ધૂળેટી

હોળાષ્ટક દરમિયાન શું કરવું?

જ્યોતિષાચાર્યોના મતે, આ 8 દિવસ દરમિયાન ફક્ત હનુમાન ચાલીસા (Hanuman Chalisa)નો પાઠ કરવો. આ ઉપરાંત, વિષ્ણુ સહસ્ત્રનામ (Vishnu Sahasranama)નો જાપ પણ કરી શકો છો. ભગવાનનું ધ્યાન ધરવું અને નકારાત્મક લોકોની સંગતથી દૂર રહેવું તથા કોઈ પણ સાથે કારણ વિના વિવાદ કે ચર્ચા ન કરવી.

Holashtak 2026 ,હોળાષ્ટક, સગાઇ, ગૃહપ્રવેશ, ધૂળેટી

હોળાષ્ટકના દિવસોનું મહત્વ અને કથા

હોળી પહેલાના આ 8 દિવસ કમૂરતા (Kamurta) અર્થાત્ અશુભ ગણાય છે. આ દિવસોમાં વાતાવરણમાં તપ, શ્રદ્ધા અન કસોટીની ઊર્જા વિદ્યમાન હોય છે. એવી કથા છે કે, અસુરરાજ હિરણ્યકશિપુ (Hiranyakashipu)એ પોતાના જ પુત્ર ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી રોકવા માટે એને એનેકાનેક કષ્ટ આપ્યા હતા. અંતે હોળીના દિવસે એણે પોતાની બહેન હોલિકા કે જેને અગ્નિથી રક્ષાનું વરદાન પ્રાપ્ત હતું એના ખોળામાં બેસાડીને અગ્નિ પ્રગટાવીને મારી નાખવા પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રભુકૃપાથી પ્રહલાદ (Prahlad) હેમખેમ બચી ગયો હતો અને હોલિકા (Holika) બળીને ભસ્મ થઇ ગઇ હતી!

આમ, અગાધ વિશ્વાસ અને સાચી શ્રદ્ધાનો વિજય થયો હતો. આથી આ હોળીનો તહેવાર (Holi Festival) મનાવવામાં આવે છે અને એના પહેલાના કઠિન 8 દિવસોમાં સંયમ, સાધના અને સતર્કતાનું પાલન કરવું દરેક મનુષ્ય માટે અતિ આવશ્યક છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: આ રાશિના જાતકોએ લક્ષ્મીજીની પૂજા કરવી, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આ પણ વાંચો: સિંહ, તુલા અને કુંભ રાશિઓના જાતકોનો 11 માર્ચથી સકારાત્મક સમય…દેવગુરુ બૃહસ્પતિ બનશે માર્ગી..!

આ પણ વાંચો: 22 ફેબ્રુઆરી 2026 ના રોજ શુક્રનું નક્ષત્ર પરિવર્તન…આ ગોચરથી વૃષભ, કુંભ અને તુલા રાશિને આર્થિક લાભના સંકેત…