Rajkot News/ 11 મહિને જ તૂટી ગયો દાંપત્યનો સાથ, પત્નીનું મોત, પતિ જીવન-મરણ વચ્ચે

જેતપુર (Jetpur) માં કારનું ટાયર ફાટતાં વાહન નિયંત્રણ ગુમાવી બેઠું અને કાર દૂર સુધી ઉછળી ગઈ. અકસ્માતમાં (Accident) કારમાં મુસાફરી કરતું દંપતી પૈકી પત્નીનું સ્થળ પર જ દુઃખદ અવસાન થયું

Gujarat Trending
જેતપુર

Rajkot News: જેતપુર- (Jetpur)  ધોરાજી નેશનલ હાઇવે પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Accident) નોંધાયો છે. મોડીરાત્રે તેજ ગતિએ દોડી રહેલી એક કારનું અચાનક ટાયર ફાટી જતાં વાહન પરથી ડ્રાઈવરનો કાબૂ છૂટી ગયો હતો અને કાર નિયંત્રણ ગુમાવ્ય હતો. અકસ્માત (Accident) માં કારમાં સવાર નવદંપતીમાંથી પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પતિને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યુ છે.

લગ્નના માત્ર 11 મહિને અકસ્માત (Accident) ના કારણે તૂટી ગયો દાંપત્યનો સાથ

આ દંપતીના 13 ફેબ્રુઆરી 2025ના રોજ લગ્ન થયા હતા અને લગ્નના માત્ર 11 મહિના પૂર્ણ થયા ત્યાં જ આ દુર્ઘટનાએ બંનેને અલગ કરી નાખ્યા છે. મળતી માહિતી મુજબ ધોરાજીના રહેવાસી 25 વર્ષીય શુભમ મહેશભાઈ કાપડિયા પોતાની 23 વર્ષીય પત્ની મિતાલી સાથે હોન્ડા સિટી કારમાં જેતપુર (Jetpur) થી ધોરાજી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એકવાટિક વોટર પાર્ક નજીક અચાનક કારનું ટાયર ફાટી જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાયો હતો અને કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી.

જેતપુર

અકસ્માત (Accident) ની તીવ્રતા એટલી ભારે હતી કે હોન્ડા સિટી કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેનું એક ટાયર છૂટું પડીને ઘણાં દૂર સુધી ઉડી ગયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં કાર ઝાડ સાથે જોરદાર રીતે અથડાતી સ્પષ્ટ નજરે પડે છે.

જેતપુર

અકસ્માત (Accident) નો ભયાનક અવાજ સંભળાતાં જ આસપાસના લોકો તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા દંપતીને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.

આ દુર્ઘટનામાં 23 વર્ષીય મિતાલીનું ઘચના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ગંભીર ઇજાઓ સાથે પતિ શુભમ કાપડિયાને ઉચ્ચ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હળવદ-મોરબી હાઈવે પર ભીષણ અકસ્માત: કાર થાંભલા સાથે અથડાઈ પલટી

આ પણ વાંચો: સુરતમાં અકસ્માત : કતારગામમાં ‘રોંગ સાઇડ રાજુ’એ હીરા કારખાનેદારનો ભોગ લીધો

આ પણ વાંચો: વડોદરા એરપોર્ટ સર્કલ પાસે ભયાનક અકસ્માત, એક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત