મુંબઇ
બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા ભારત ફિલ્મની શુટિંગની તૈયારીઓ શરુ કરી છે. માહિતી મળી રહી છે કે આ ફિલ્મની કાસ્ટિંગ પૂરી થઇ ચુકી છે. આ ફિલ્મમાં ભારતનો 70 વર્ષ જુનો ઈતિહાસ બતાવવામાં આવશે અને આ ફિલ્મની સ્ટોરી ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા તેના પર આધારિત છે.
આ ફિલ્મનું શુટિંગ પાકિસ્તાન બોર્ડર પર કરવામાં આવશે. તે માટે ફિલ્મ નિર્દેશક અલી અબ્બાસ જફર સારુ લોકેશન શોધી રહ્યા છે. હકીકતમાં તો અલી અબ્બાસએ તેના ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે ઈસ્લામાબાદ 322 કિમી, 24 કિમી દુર ભારત-પાકિસ્તાન સીમા 2 કિમી, તેઓ એ ફોટાની સાથે એ પણ લખ્યું કે ‘ભારત – શુટિંગ લોકેશનની તલાશ’ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ ત્રીજી ફિલ્મ છે કે જેમાં સલમાન અને અલી અબ્બાસ સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલા પણ આ જોડી સાથે કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સુલ્તાન’ અને ફિલ્મ ‘ટાઈગર ઝીંદા હૈ’ જેવી ફિલ્મો સાથે કરી ચૂકયા છે અને હવે ફિલ્મ ભારતને 2019માં ઇદના દિવસે રીલીઝ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Bharat , location scouting . pic.twitter.com/r6UP2lPZ5c
— ali abbas zafar (@aliabbaszafar) May 1, 2018
આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ બોલીવુડમાં પછી ફરી રહી છે.
ફિલ્મ ભારતમાં સલામનનો મહત્વનો રોલ છે.આ ફિલ્મમાં સલમાનના પાંચ લુક જોવા મળશે. સલમાન બધા જ લુક મહત્વના છે. આ ફિલ્મ શુટિંગ જૂન મહિનામાં શરુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અલી અબ્બાસની 2014માં આવેલી ફિલ્મ ‘ઓડ ટુ માઈ ફાધર’નું ભારતીય રૂપાંતર છે અને આને અતુલ અગ્નિહોત્રીની રીયલ લાઈફ પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડે અને ભૂષણ કુમારની ટી-સીરીઝના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.
