Not Set/ ફિલ્મ હિચકીની સ્ક્રિનિંગમાં માધુરીની આંખોમાંથી છલકાયા આંસુ

મુંબઈ ‘રાણી મુખર્જી‘ની અપકમિંગ ફિલ્મ હિચકી 23 માર્ચના રોજ સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવે છે. રીલીઝ પહેલા ફિલ્મ ‘હિચાકી’ની ‘સ્પેશિલ સ્ક્રિનિંગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડના અનેક સ્ટાર હાજર રહ્યા હતા અને તેમના રીવ્યુ પણ સોશિયલ મીડિયા દ્રારા આપ્યા હતા. જેમાં ‘માધુરી દિક્ષિત’ પણ આ સ્ક્રિનિંગમાં પોતાની હાજરી આપી હતી અને રાણી આ ફિલ્મ પર […]

Entertainment

મુંબઈ

‘રાણી મુખર્જી‘ની અપકમિંગ ફિલ્મ હિચકી 23 માર્ચના રોજ સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવે છે. રીલીઝ પહેલા ફિલ્મ ‘હિચાકી’ની ‘સ્પેશિલ સ્ક્રિનિંગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડના અનેક સ્ટાર હાજર રહ્યા હતા અને તેમના રીવ્યુ પણ સોશિયલ મીડિયા દ્રારા આપ્યા હતા. જેમાં ‘માધુરી દિક્ષિત’ પણ આ સ્ક્રિનિંગમાં પોતાની હાજરી આપી હતી અને રાણી આ ફિલ્મ પર માધુરીએ આંસુ પણ છલકાઈ આવ્યા હતા.

Related image

આ ફિલ્મમાં રાણી ટુરેટ સિન્ડ્રોમથી ગ્રસ્ત ટીચરની ભૂમિકા નિભાવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મની સ્ક્રિનિંગમાં આવેલ માધુરીની આંખો માંથી આંસુ આવી ગયા હતા. માધુરીએ આ ફિલ્મના રીવ્યુ  પોતાના ઇન્સ્ટાગ્રામ પર આવ્યા હતા. માધુરીએ રાણી સાથેની એક તસ્વીર શેર કરી હતી અને તેમાં લખ્યું હતું કે ‘હિચકી’ ફિલ્મ ખુબ જ સારા કલાકારો સાથેની શાનદાર અને રોમાંચક સ્ટોરી છે. એક મજબુત કહાનીવાળી સિદ્ધાર્થ પી મલ્હોત્ર દ્રારા સારી રીતે નિર્દેશિત આ ફિલ્મ  અને હા, રાણી દ્રારા વધુ એક સારું પ્રદર્શન આ ફિલ્મ માં જોવા મળી રહ્યું  છે.

માધુરી સાથે સાથે ‘રેખા’,’ કારણ જોહર’, ‘સુષ્મિતા શેન’, ‘બોની કપૂર’, ‘ખુશી કપૂર’ અને ‘શિલ્પા શેટ્ટી’ આ ફિલ્મની સ્ક્રિનિંગમાં જોવા મળ્યા હતા. જેમાંથી ઘણા કલાકારોએ રાણી આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયામાં પોતાના રીવ્યુ જણાવ્યા હતા.

https://twitter.com/karanjohar/status/974506630506139649

કરણ જોહરે પણ પોતાનો રીવ્યુ  ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યો હતો. જેમાં લખ્યું હતું કે ફિલ્મ #Hichki એક સારી અને સંવેદનશીલ ફિલ્મ છે. રાણી આ ફિલ્મની જીંદગી અને આત્મા છે અને તે ખુબજ સારી છે અને આ ફિલ્મમાં તમને રાણી અસાધારણ પ્રતિભાની યાદ અપાવે છે.