Dance Deewane-3/ કન્ટેસ્ટન્ટસનું પર્ફોમન્સ જોઇ ભાવુક થયા દલેર મહેંદી, આ રીતે સંભળ્યા મીકા સિંહે

કલર્સ ટીવીના આ પ્રોમોમાં સ્પષ્ટ દેખાય છે કે આવનારા શોની થીમ પણ બચપન પર થવા જઇ રહી છે. શોમાં મીકા અને દલેર મહેંદી દેશી બોયઝ ફિલ્મનું…

Entertainment
દલેર મહેંદી

રિયાલિટી શો ‘ડાન્સ દિવાને’ની ત્રીજી સીઝન દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ વખતે શોના આગામી એપિસોડમાં, પ્રખ્યાત ગાયકો દલેર મહેંદી અને મીકા સિંહ મહેમાન તરીકે જોવા મળશે. તેનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં દલેર મહેંદી ભાવુક થતાં જોવા મળી રહ્યા છે અને મીકા સિંહ તેને સંભાળતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :મુંબઈ પોલીસે શર્લિન ચોપરાને પાઠવ્યું સમન્સ, આજે કરવામાં આવશે પૂછપરછ

કલર્સ ટીવી પર આવતા આ શોના નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે સ્પર્ધકો બચપન સ્પેશિયલ એપિસોડમાં દલેર મહેંદી અને મીકા સિંહની સામે શાનદાર પરફોર્મન્સ આપે છે. દલેર મહેંદી એક સ્પર્ધકનું પર્ફોર્મન્સ જોઈને તેમના આંસુ રોકી શક્યા નથી, ત્યારબાદ મીકા સિંહ તેમને સંભાળે છે.

https://www.instagram.com/tv/CSG_3V_o9yG/?utm_source=ig_web_copy_link

આ પ્રોમોમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે આગામી એપિસોડમાં દર્શકોને બાળપણ સાથે જોડાયેલી થીમ જોવા મળશે. તેમાં હસવું, રડવું અને મનોરંજક ક્ષણો શામેલ છે. સાથે જ દલેર મહેંદી અને મીકા સિંહ પણ પરફોર્મ કરશે.

આ પણ વાંચો :KRK એ સની લિયોની પર સાધ્યું નિશાન, કહ્યું – પોર્ન ઈન્ડસ્ટ્રીને આપ્યું પ્રોત્સાહન

કલર્સ ટીવીના આ પ્રોમોમાં સ્પષ્ટ દેખાય છે કે આવનારા શોની થીમ પણ બચપન પર થવા જઇ રહી છે. શોમાં મીકા અને દલેર મહેંદી દેશી બોયઝ ફિલ્મનું સુબહ હોને ન દે ગીત પણ ગાતા સંભળાશે. તો એક પર્ફોમન્સ પર દલેક ખૂબ ભાવુક થતા દેખાય છે અને તેમની આંખોમાંથી આંસુ પણ નીકળી જાય છે. ત્યારબાદ મીકા સિંહ તેમની પાસે પહોંચીને સંભાળવાની કોશિશ પણ કરે છે.

કલર્સ ટીવીના આ પ્રોમો પર સોશિયલ મીડિયા યુઝર્સ જબરદસ્ત પ્રેમ પણ મળ્યો છે. આ વીડિયોને 70 હજારથી પણ વધુ વખત જોવાઇ ચૂકયો છે, જ્યારે યુઝર્સ સતત કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :કાજોલને બર્થ-ડે પર આ રીતે વિશ કર્યું પતિ અજય દેવગને, કહી હૃદયસ્પર્શી વાત

આ પણ વાંચો :એક્ટ્રેસ આરજૂ ગોવિત્રિકરે પતિ પર લગાવ્યા આરોપ, કહ્યું- બાથરૂમમાં માર્યો ઢોરમાર