મુંબઈ
બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી રેખા અવારનવાર અત્યારની ટોપ એક્ટ્રેસને પ્યાર અને સ્નેહ આપતા જોવા મળે છે. રેખા આજની અભિનેત્રીને પોતાના દિલની ઘણી નજીક રાખે છે પછી ‘દીપિકા‘, ‘વિદ્યા બાલન‘ કે ‘સોનમ કપૂર‘ હોય તે બધી અભિનેત્રીને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરે છે અને તેમના અભિનયને લઈને તેમને સલાહ આપે છે અને તેમના વખાણ પણ કરે છે. રેખાએ ફરી આવું જ કંઈ કર્યું છે.
બોલીવુડની ટોપ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન કે જેને બોલીવુડમાં બે દશકા પુરા કર્યા છે તે માટે રેખાએ એશ્વર્યાને બે દશકા પુરા કર્યા તે વાતની શુભકામના આપતો લેટર લખ્યો હતો અને આ લેટરની ખાસ વાતએ છે કે રેખા માં લખ્યું છે.
તમને જવી દઈએ, કે રેખાએ એશ્વર્યાના નામે એક મેગેઝીનમાં લેટર લખીને પોતાનો પ્રેમ ‘એશ્વર્યા’ માટે જાહેર કર્યો હતો. રેખાએ આ લેટરની શરૂઆત મેરી એશ લખીને કરી હતી.
ત્યારબાદ લખ્યું હતું કે, તારા જેવી મહિલા એવી નદી જેવી છે, કે જે કોઈ પણ બનાવટ વગર આગળ વધવા માંગે છે અને તે પોતાની મુકામ પર એવા ઈરાદે પહોંચે છે કે પોતાની ઓળખને ખોવા નથી દેતી.
રેખાએ એશ્વર્યાને જીવતી જાગતી મિસાઈલ કહેતા લખ્યું હતું કે તે જે કર્યું છે. તેનાથી લોકોના અંદર જે અહેસાસ જાગ્યો છે. તે લોકો ક્યારે નહી ભૂલે.
રેખાએ આગળ લખ્યું હતું કે, જેટલા પણ રોલ તને મળ્યા છે તે તેણે ખુબ જ સારી રીતે નિભાવ્યા છે. પરંતુ આરાધ્યની માતાની ભૂમિકાએ મને વધારે ખુશ કરી છે. તારા માટે ઘણો બધો પ્રેમ અને ખુશીની દુઆ કરું છે ‘રેખા માં’