Not Set/ બોલીવુડમાં સાથે જોવા મળશે,સોનમ કપૂર અને અનીલ કપૂર

મુંબઈ બોલીવુડની અભિનેત્રી સોનમ કપૂરે બોલીવુડના અનેક સ્ટાર સાથે ફિલ્મમાં કામ કર્યું છે. હવે તે તેના પિતા અનીલ કપૂર સાથે પહેલીવાર જોવા મળશે. સોનમ કપૂરે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેની આગામી ફિલ્મમાં તે બોલીવુડના સિનિયર અભિનેતા અનીલ કપૂર સાથે કામ કરવા માટે ખુબ  ઉત્તેજિત છે. અને ફિલ્મ ક્યારે ફ્લોર પર જાય છે તેની તેને […]

Entertainment
anil બોલીવુડમાં સાથે જોવા મળશે,સોનમ કપૂર અને અનીલ કપૂર

મુંબઈ

બોલીવુડની અભિનેત્રી સોનમ કપૂરે બોલીવુડના અનેક સ્ટાર સાથે ફિલ્મમાં કામ કર્યું છે. હવે તે તેના પિતા અનીલ કપૂર સાથે પહેલીવાર જોવા મળશે. સોનમ કપૂરે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેની આગામી ફિલ્મમાં તે બોલીવુડના સિનિયર અભિનેતા અનીલ કપૂર સાથે કામ કરવા માટે ખુબ  ઉત્તેજિત છે. અને ફિલ્મ ક્યારે ફ્લોર પર જાય છે તેની તેને તાલાવેલી લાગી છે.

સોનમે એ પણ જણાવ્યું હતુ કે બોલીવુડમાં મારા ૧૦ વર્ષ વીતી ગયા છે. પરંતુ પહેલીવાર હું મારા પિતા સાથે ચમકવાનો મને મોકો મળ્યો છે. આ મોકો મને ફિલ્મના નિર્માતા વિધુ  વિનોદ ચોપરાની બહેન શૈલી ચોપરા દ્રારા મળ્યો છે. તે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં  હું અને  મારા પિતા સાથે કામ કરીશું.

આ ફિલ્મનું નામ અનિલ કપૂરની જ એક હિટ ફિલ્મ ૧૯૪૨ ‘અ લવ સ્ટોરી’ના હિટ ગીત એક લડકી કો દેખા તો ઐસા લગા પરથી આ નામ આપવામાં આવ્યું છે