બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતા સુપરસ્ટાર આમિર ખાન આજકાલ પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં પર્સનલ લાઇફને લઇને મીડિયાના કેમેરામાં છવાયેલા છે. ઘણા સમયથી ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા અભિનેતાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી દીધી છે કે તેઓ ખૂબ જ ટૂંક સમયમાં ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે.આમિર ખાને પોતે મીડિયા સમક્ષ આ ખુશખબર શેર કરી છે અને પોતાના નવા જીવનની શરૂઆત માટે ચાહકો પાસે દુવાઓ અને આશીર્વાદ માંગ્યા છે.
5 જુલાઇએ પ્રાઇવેટ સેરેમની: ઘરમાં જ યોજાશે નાનો પ્રસંગ મુંબઇમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન જ્યારે મીડિયાએ આમિર ખાન (Aamir Khan) ને તેમના લગ્ન અંગે પ્રશ્ન પૂછ્યો,ત્યારે તેમણે કોઇ પણ ખચકાટ વિના આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.આમિર ખાને જણાવ્યું કે આગામી 5 જુલાઇના રોજ તેઓ ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે.આ કોઇ ભવ્ય સેરેમની નહીં પરંતુ એક અત્યંત ખાનગી પ્રસંગ હશે.લગ્નનું આયોજન તેમના ઘર પર જ કરવામાં આવ્યું છે,જેમાં માત્ર બંને પરિવારના સભ્યો,બાળપણના ખાસ મિત્રો અને સગા-સંબંધીઓ જ સામેલ થશે.
અહેવાલો અનુસાર,અ પ્રસંગને એટલો ખાનગી રાખવામાં આવ્યો છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રિના સેલેબ્સને પણ આમંત્રણ કરવામાં આવ્યા નથી.5 જુલાઇએ દિવસના પ્રથમ ભાગમાં (First Half) તેઓ કાયદેસર રીતે રજિસ્ટર મેરેજ કરશે.આ જાહેરાત વખતે આમિર ખાનની સાથે તેમનો મોટો દીકરો જુનૈદ ખાન પણ હાજર હતો.પિતાના આ મોટા નિર્ણય પર જુનૈદના ચહેરા પર સ્પષ્ટ ખુશી અને સ્મિત જોવા મળતું હતું, જે દર્શાવે છે કે પરિવાર આ નિર્ણયથી ઘણો ખુશ છે.
અહેવાલો અનુસાર, આ પ્રસંગને એટલો ખાનગી રાખવામાં આવ્યો છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા નથી. 5 જુલાઈએ દિવસના પ્રથમ ભાગમાં (First Half) તેઓ કાયદેસર રીતે રજિસ્ટર મેરેજ કરશે.આ જાહેરાત વખતે આમિર ખાનની સાથે તેમનો મોટો દીકરો જુનૈદ ખાન પણ હાજર હતો. પિતાના આ મોટા નિર્ણય પર જુનૈદના ચહેરા પર સ્પષ્ટ ખુશી અને સ્મિત જોવા મળતું હતું, જે દર્શાવે છે કે પરિવાર આ નિર્ણયથી ઘણો ખુશ છે.
આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના સંબંધોની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી. અભિનેતાએ પોતાના 60 મા જન્મદિવસના ખાસ અવસરે દુનિયા સામે સ્વીકાર્યું હતું કે તેઓ ગૌરીને ડેટ કરી રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં આમિરે ખૂબ જ ભાવુક થઈને કહ્યું હતું કે ગૌરીના આવ્યા પછી તેઓ જીવનમાં પૂર્ણતા અનુભવી રહ્યા છે અને તેમને આશા છે કે આ નવો સફર ખૂબ જ સુંદર રહેશે.
આમિર ખાનના જીવનની આ ત્રીજી ઇનિંગ છે.આ પહેલાના તેમના બંને લગ્ન લાંબો સમય ટક્યા બાદ તૂટી ચૂક્યા છે.આમિરે પ્રથમ લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા,જેમનાથી તેમને બે સંતાનો આયરા ખાન અને જુનૈદ ખાન છે. 16 વર્ષના લગ્નજીવન બાદ 2002માં તેમના છૂટાછેડા થયા હતા.ત્યારબાદ વર્ષ 2005માં તેમણે ફિલ્મમેકર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા.આ લગ્નથી તેમને આઝાદ નામનો દીકરો છે.વર્ષ 2021માં બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
પરિવારની ખાસિયત એ છે કે લગ્નજીવન તૂટવા છતાં આમિર ખાન પોતાની બંને પૂર્વ પત્નીઓ સાથે અત્યંત આદરપૂર્વકનો અને મધુર સંબંધ ધરાવે છે તેઓ અવારનવાર કૌટુંબિક મેળાવડાઓમાં,વીકેન્ડ લંચ કે ડિનર પર સાથે જોવા મળે છે.
