મુંબઈ
ટીવી સ્ટાર વિનીત કક્કડનું કહેવ્યું છે કે તે ટીવી શો ‘મહાકાલી- અંત હી આંરભ હૈ’માં એક દાનવની ભૂમિકા કરી રહ્યા છે તે માટે પોતાને ખુબ જ ભાગ્યશાળી માને છે.
તમને જણાવી દઈએ કે વિનીતએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે જેમ કે ‘વિધ્નહર્તા ગણેશ’, ‘સંકટમોચન મહાબલી હનુમાન’ જેવી પૌરાણિક સિરિયલમાં કામ કર્યું છે. તેને જણાવ્યું કે હું મધુની ભૂમિકા કરી રહ્યો છું અને આ એવા રાક્ષસો માનો એક છે કે જે બ્રહ્માને મારી નાખવા માટે પેદા થયો હતો. જો કે બ્રહ્મા તેને ઓળખી જાય છે અને દેવી મહામાયાને યાદ કરે છે.

વિનીત વધુમાં જણાવ્યું કે આ સ્થિતિમાં વિષ્ણુ જાગી જાય છે અને સજીશાકર્તા દાનવ તેના ભાઈ સાથે મરી જાય છે. માટે વિષ્ણુને મધુસુદન કહેવામાં આવે છે. મધુસુદન એટલે મધુને મારવા વાળો. વિનીત આ શોમાં કામ કરીને પોતાની જાતને ભાગ્યશાળી માને છે અને હું લોકોનો આભાર માનું છું કે તેઓ એ મારા આ અભિનયની આંનદપૂર્વક જોય રહ્યા છે. જો કે મેં ઘણી પૌરાણિક સિરિયલોમાં આવી જ ભૂમિકા નિભાવી છે
