Not Set/ રાહુલ ગાંધી દેશની સોથી જૂની પાર્ટીના બન્યા સુપર બોસ, અધિવેશનમાં આપવામાં આવી તમામ સત્તાઓ

દિલ્લી, દેશની ૧૩૭ વર્ષ જૂની અને સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસની તમામ સત્તાઓ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આપવામાં આવી છે. દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં મળેલા પાર્ટીના ૮૪માં અધિવેશનમાં રવિવારે પીસીસી ડેલિગેટ્સ અને AICC (ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી)ના સભ્યોની હાજરીમાં તમામ સત્તાઓ રાહુલ ગાંધીએ આપવાના પ્રસ્તાવ ને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે પાર્ટીના […]

Top Stories

દિલ્લી,

દેશની ૧૩૭ વર્ષ જૂની અને સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસની તમામ સત્તાઓ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આપવામાં આવી છે. દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં મળેલા પાર્ટીના ૮૪માં અધિવેશનમાં રવિવારે પીસીસી ડેલિગેટ્સ અને AICC (ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી)ના સભ્યોની હાજરીમાં તમામ સત્તાઓ રાહુલ ગાંધીએ આપવાના પ્રસ્તાવ ને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસના બોસ ગણવામાં આવશે.

આ સત્તા મળ્યા બાદ રાહુલ ગાંધી પોતે પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્યો તેમજ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની નિમણુક પોતે જ કરી શકશે.

મહત્વનું છે કે, ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વરણી થયા બાદ માનવામાં આવતું હતું કે પાર્ટીની તમામ સત્તાઓ તેઓને આપવામાં આવશે. જયારે રવિવારે કોંગ્રેસના અધિવેશનમાં આ પ્રસ્તાવ પાસ થયો હતો.

અગામી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણી તેમજ કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચુંટણીને જોતા રાહુલ ગાંધી માટે મુખ્ય કામ પાર્ટીની CWCની નિમણુક કરવાનું રહેશે.

કોંગ્રેસ કાર્યસમિતિમાં પાર્ટીના અધ્યક્ષ સહિત કુલ ૨૫ સભ્યો હોય છે. જેમાં ૧૨ સભ્યો બિનહરીફ હોય છે. જયારે અન્ય ૧૨ સભ્યોની નિમણુક માટે ચુંટણી કરવામાં આવતી હોય છે.

આ પહેલા કોંગ્રેસના તમામ નેતાઓનું માનવું હતું કે, આ સમયમાં પાર્ટીએ એકજૂથ થઈને રાહુલ ગાંધીના નેતૃત્વમાં બીજેપી સામે ટક્કર લેવાની જરૂરિયાત છે, જેથી પાર્ટીના આંતરિક મામલાઓમાં કાર્યસમિતિના ૧૨ સભ્યો માટે ચુંટણી યોજીને નેતાઓ વચ્ચે પરસ્પર ખેચતાણ કરવાના કોઈ પણ સંદેશા લેવાનો કોઈ તર્ક નથી.

કોંગ્રેસના નેતા આરપીએન સિંહે જણાવ્યું હતું કે, “બીજેપીમાં તો ચુંટણીની પ્રક્રિયા જ થતી નથી, તેના પર મીડિયા ચુપ રહે છે જયારે કોંગ્રેસમાં સીધી રીતે લોકશાહીની પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. કોંગ્રેસના અધ્યક્ષની ચુંટણી બધાની સામે જ થઇ હતી અને આગળ પણ થશે.

ઉલ્લેખનિય છે કે, આજથી ૧૪ વર્ષ પહેલા રાજકારણમાં એન્ટ્રી કરનારા રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ બનવા સુધીની યાત્રા કર હોઈ તેઓ પણ બદલાયા છે. સાથે સાથે તેઓના રાજકીય પરિવર્તન માં પણ બદલાવ જોવા મળ્યો છે. રાજકારણમાં આવતાની સાથે જ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં લોકતંત્રને દરજ્જો આપવા માટે જોવા મળ્યા હતા.