Breaking News: પહેલગામ આતંકવાદી હુમલા (terrorist attack) બાદ આખો દેશ શોક અને ગુસ્સામાં છે. જે રીતે આતંકવાદીઓ(Terrorists)એ નિઃશસ્ત્ર પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્યા છે તેનાથી સમગ્ર દેશમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ છે. આ દરમિયાન, 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. હુમલો કરનારા આતંકવાદીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. હાલમાં, સુરક્ષા દળોએ પહેલગામના જંગલોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. આતંકવાદીઓ બૈસરનના જંગલોમાંથી આવ્યા હતા.
એવું માનવામાં આવે છે કે હુમલો કર્યા પછી, તેઓ જંગલોમાંથી સલામત સ્થળો તરફ ભાગી ગયા હતા. હવે, સેના અને CRPF ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો આતંકવાદીઓને શોધવામાં રોકાયેલા છે.
આ પણ વાંચો:અમરનાથ યાત્રા પહેલા ખીણ પ્રવાસીઓના લોહીથી લથપથ, આજે જમ્મુ-કાશ્મીર બંધનું એલાન
આ પણ વાંચો:સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાને ઉરીમાં કર્યો ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા
