diplomacy/ ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ભાજપના તમામ ધારાસભ્ય સાથે ડિનર ડીપ્લોમસી કરી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મુખ્યમંત્રીએ પાર્ટીના તમામ ધારાસભ્યોને પોતાના બંગલે ડીનર માટે બોલાવ્યા હતા. તેમણે ધારાસભ્યો સાથે ડીનર ડિપ્લોમસી કરી છે

Top Stories Gujarat
12 19 ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ભાજપના તમામ ધારાસભ્ય સાથે ડિનર ડીપ્લોમસી કરી
  • ગાંધીનગરમાં CMના નિવાસસ્થાને ડીનર ડીપ્લોમસી
  • આજે રાતે પ્રીતિ ભોજનનું આયોજન
  • ભાજપના તમામ ધારાસભ્યો માટે ડીનર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મુખ્યમંત્રીએ પાર્ટીના તમામ ધારાસભ્યોને પોતાના બંગલે ડીનર માટે બોલાવ્યા હતા. તેમણે ધારાસભ્યો સાથે ડીનર ડિપ્લોમસી કરી છે. 14મી વિધાનસભાનું છેલ્લું સત્ર અને આવતીકાલે છેલ્લો દિવસ પણ છે. આ પહેલાં મુખ્યમંત્રીએ સ્નેહમિલન ગોઠવ્યું હતું.

ચૂંટણી જાહેર થાય એટલે ભાજપના ધારાસભ્યો ટિકિટ માટે દોડાદોડી કરવાના છે. કોને ટિકીટ મળશે અને કોણ કપાશે તે પહેલાં કેબિનેટના સભ્યો અને પાર્ટીના ધારાસભ્યોએ મુખ્યમંત્રીના બંગલે ભોજન લીધો હતો.  2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ટિકિટ માટેના વચન તો આપી શકતા નથી પરંતુ સરકારી ભોજન કરાવી શકે છે.આચાર સંહિતા પછી સરકારી ગાડીઓ પાર્ટીના કામમાં કે ચૂંટણી પ્રચારમાં લઇ જઇ શકાશે નહીં. સરકારી સરકીટ હાઉસમાં પણ રાજકીય બેઠકો થઇ શકશે નહીં. સરકાર ચૂંટણી પંચના પરમિશન વિના કોઇ બદલી કરી નહીં શકે. વિધાનસભાનું સત્ર હોવાથી તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં રાત્રિ નિવાસ કરવાના હોવાથી મુખ્યમંત્રીએ આ ભોજન સમારોહ રાખ્યો હતો.