Ayushmancard/ આયુષ્યમાન કાર્ડધારકોને 11 જુલાઈથી મળશે દસ લાખની સહાય

રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 1.67 કરોડ આયુષ્માન કાર્ડધારકોને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્ય સરકારે PMJAY યોજના અંતર્ગત 10 લાખની સહાય મળશે. જેના માટેનો સરકારે આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો છે.

Top Stories Gujarat
Ayushmancard આયુષ્યમાન કાર્ડધારકોને 11 જુલાઈથી મળશે દસ લાખની સહાય

રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં Ayushmancard મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 1.67 કરોડ આયુષ્માન કાર્ડધારકોને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્ય સરકારે PMJAY યોજના અંતર્ગત 10 લાખની સહાય મળશે. જેના માટેનો સરકારે આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો છે.

આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે Ayushmancard જણાવ્યું કે, હવે 5 લાખને બદલે આયુષ્યમાન કાર્ડમાં 10 લાખની સહાય મળશે. આ સહાય 11 જુલાઈથી આયુષ્યમાન કાર્ડમાં 10 લાખની સહાય મળવાની શરૂઆત પણ કરી દેવામાં આવશે. તેમજ રાજ્ય સરકારના મંત્રીએ જણાવ્યું કે, ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ માટે વચન આપ્યું હતું. જે પરિપૂર્ણ કરવામાં આવે છે.

આ અંગે અગાઉ જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે Ayushmancard જણાવ્યુ હતું કે, પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી. તે મુદ્દાનો ઉકેલ આવી જતા હવે 10 લાખ રૂપિયા સુધીની વીમાની રકમનો લાભ મળતો થશે.
આયુષ્માન યોજના સામાન્ય વર્ગના દર્દીઓ માટે ઉપયોગી Ayushmancard સાબિત થઇ છે. 2018થી 2022 સુધી કુલ 1.67 કરોડ લોકોએ કાર્ડ કઢાવીના આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. રાજ્યમાં 1.8 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે. 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર વિના મૂલ્યે ઉપલબ્ધ છે.

 

આ પણ વાંચોઃ Death Heartattack/ દેવભૂમિ દ્વારકામાં 26 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચોઃ Manipur Attack/ મણિપુરમાં સુરક્ષા દળોના કેમ્પ પર જ ભીડનો હુમલોઃ ગોળીબારમાં એકનું મોત

આ પણ વાંચોઃ Pawar Vs Pawar/ નંબર ગેમમાં અજીત જીત તરફઃ અજિતને ત્યાં 30 અને શરદ પવારને ત્યાં 13 વિધાનસભ્યો હાજર

આ પણ વાંચોઃ PM Kishan Yojana/  PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર, કરોડો ખેડૂતોને થશે સીધી અસર

આ પણ વાંચોઃ Gadkari-Petrol/ ગડકરીનો ચોંકાવનારો દાવોઃ દેશમાં પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લિટરે મળશે