Rain/ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી,આ જિલ્લામાં પડશે મૂશળધાર વરસાદ!

ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરેબિયન સીમાં સર્ક્યુલેશનને કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે.

Top Stories Gujarat
22 1 ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી,આ જિલ્લામાં પડશે મૂશળધાર વરસાદ!

ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરેબિયન સીમાં સર્ક્યુલેશનને કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. જેમા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.  રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. આણંદ, વડોદરા, ભરૂચ તથા સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજા દિવસે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોરે જ ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મેધરાજા વરસી પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે