પ્રવાસે/ ગુજરાતમાં ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહે સંભાળી બાગડોર,આજે ફરી રાજયના પ્રવાસે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ હાલ ચૂંટણીની તાડમાર તૈયારીમાં લાગી ગઇ છે

Top Stories Gujarat
1 70 ગુજરાતમાં ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહે સંભાળી બાગડોર,આજે ફરી રાજયના પ્રવાસે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ હાલ ચૂંટણીની તાડમાર તૈયારીમાં લાગી ગઇ છે, આ વખતે આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટ્રી થતાં રાજકીય સમીકરણો બદલાયા છે. જેના લીધે હાલ ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસ વારંવાર કરી રહ્યા છે. જે અંતર્ગત કેનદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે. સુરત એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. એક બાદ એક નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે ફરી એક વખત અમિત શાહ ગુજરાત પહોંચશે. આજે રાત્રે 9 કલાકે અમિત શાહ સુરત પહોંચશે. અમિત શાહને આવકારવા માટે ભાજપના નેતા અને કાર્યકર્તા સુરત એરપોર્ટ પર પહોંચશે. સુરત ભાજપનું સંગઠન અને કાર્યકર્તા એરપોર્ટ પર જ અમિત શાહનું સન્માન કરશે.ભારત સરકાર દ્વારા 14-15 સપ્ટેમ્બરના રોજ સુરતમાં હિન્દી દિવસ અને બીજી અખિલ ભારતીય રાજભાષા પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે.