Not Set/ આતંકનું સરનામું “અલ્તાફ કચરૂં” પર હતું 12 લાખનું ઇનામ : અહીં જાણો આ આતંકી વિષે

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ બુધવારે સવારે મોટી સફળતા મળી છે. બુધવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલમાં બે આતંકીઓને ઢેર કર્યા હતા. આ બંને A++ કેટેગરીના આતંકી હતા. માર્યા ગયેલા આતંકીઓમાં અલ્તાફ કચરૂં પણ સામેલ છે. અલ્તાફ એહમદ ડાર ઉર્ફે અલ્તાફ કચરૂં દક્ષિણ કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠનનો ડિવિઝન કમાન્ડર હતો. કુલગામ જિલ્લાના હવૂર ગામમાંથી આવતા, કચરૂંના પિતા ગુલામ મોહમ્મદ ડાર પણ હિઝબુલ મુજાહિદ્દીન સાથે […]

Top Stories India
04 altaf આતંકનું સરનામું "અલ્તાફ કચરૂં" પર હતું 12 લાખનું ઇનામ : અહીં જાણો આ આતંકી વિષે

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ બુધવારે સવારે મોટી સફળતા મળી છે. બુધવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલમાં બે આતંકીઓને ઢેર કર્યા હતા. આ બંને A++ કેટેગરીના આતંકી હતા. માર્યા ગયેલા આતંકીઓમાં અલ્તાફ કચરૂં પણ સામેલ છે.

અલ્તાફ એહમદ ડાર ઉર્ફે અલ્તાફ કચરૂં દક્ષિણ કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠનનો ડિવિઝન કમાન્ડર હતો. કુલગામ જિલ્લાના હવૂર ગામમાંથી આવતા, કચરૂંના પિતા ગુલામ મોહમ્મદ ડાર પણ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા. જોકે, સુરક્ષાદળો દ્વારા 90ના દાયકામાં સરહદ પાર કરતા સમયે એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા હતા.

IMG 20180829 WA0009 e1535546800584 આતંકનું સરનામું "અલ્તાફ કચરૂં" પર હતું 12 લાખનું ઇનામ : અહીં જાણો આ આતંકી વિષે

બાળપણથી જ કચરૂંની આતંકી સફર શરુ થઇ ગઈ હતી. ત્રણ ભાઈઓમાં તે બીજા નંબરે હતો. 30 વર્ષની ઉંમરનો અલ્તાફ કાળી દાઢી અને નીલી આંખોવાળો એક સાયલેન્ટ કિલર હતો. ગવર્નમેન્ટ બોયઝ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તે આતંકી પ્રવૃત્તિઓમાં વધારે સક્રિય થયો હતો.

વર્ષ 2005માં કચરૂં ની ધરપકડ કરવામાં આવી હતી. અને તેના આતંકી સંપર્કો માટે એક વર્ષ સુધી જેલ બંધ રાખવામાં આવ્યો હતો. જેલમાંથી નિક્ળ્યા બાદ થોડા સમય સુધી નિષ્ક્રિય રહ્યા બાદ, તે ફરી આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય થયો હતો. ત્યારબાદ 2008માં ફરી તેની ધરપકડ કરવામાં આવી, અને લગભગ 1 વર્ષ માટે તેને જેલમાં રાખવામાં આવ્યો હતો.

અલ્તાફના પિતરાઈના જણાવ્યા મુજબ તે 2005થી જ આતંકીઓ સાથે કામ કરતો હતો. અને જયારે તે હિઝબુલમાં જોડાયો, ત્યારે તે એક અનુભવી આતંકી હતો, નહિ કે કોઈ નવી ભરતી.

કાશ્મીરમાં નવા જોડાતા આતંકીઓ નિયમિતપણે એમના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં શેર કરતા રહેતા હોય છે. પરંતુ અલ્તાફના ખુબ ઓછા ફોટા અને વિડિયો મળતા. તે જમીન પરનો માણસ હતો.

most wanted terrorists e1535546838148 આતંકનું સરનામું "અલ્તાફ કચરૂં" પર હતું 12 લાખનું ઇનામ : અહીં જાણો આ આતંકી વિષે

અલ્તાફ કચરુંને ભારતીય સેના દ્વારા A++ કેટેગરીનો આતંકી ગણવામાં આવ્યો હતો. આ કેટેગરી હેઠળ સેનાએ 12 મોટા આતંકિઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમના માથે 12 લાખ રૂપિયા સુધીનું ઇનામ રાખવામાં આવ્યું હતું. અલ્તાફ દક્ષિણ કાશ્મીરના મોટા આતંકીઓમાંનો એક હતો.

ભારતીય સેનાએ ઓપરેશન ઓલઆઉટ-2 હેઠળ આતંકના મોટા માથાઓને ઢેર કરવાની યોજના બનાવી છે. આ યોજના બનાવવાનું કારણ જણાવતા એક અધિકારીએ જણાવ્યું કે મોટા આતંકીઓને પાડી દેવાથી એમના સંગઠનમાં અનુભવી આતંકીઓની કમી પડશે. અને આતંકી સંગઠનોને નવા આતંકીઓની ભરતી કરવા અને એમને ટ્રેનિંગ આપવામાં સમય લાગશે. જેથી થોડા સમય માટે કાશ્મીરમાં શાંતિ સ્થપાય શકે છે.