Not Set/ VIDEO : PNB સ્કેમ મુદ્દે EDએ લગાવેલા તમામ આરોપ ખોટા અને પાયાવિહોણા છે: મેહુલ ચોકસી, જુઓ આ વીડિયો

નવી દિલ્હી, પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવી વિદેશમાં ભાગી જનાર મેહુલ ચોકસીનો વીડિયો સામે આવ્યો છે. ન્યુઝ એન્જસી ANI દ્વારા બહાર પાડવામાં આવેલા આ વીડિયોમાં ગોટાળાનો મૂળ સુત્રધાર એવા મેહુલ ચોકસી ભારત સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલા પોતાના પાસપોર્ટ અંગે વાત કરી રહ્યો છે. #WATCH PNB Scam accused Mehul Choksi on his passport […]

Top Stories India Trending Videos
Mehul Choksi ANI VIDEO : PNB સ્કેમ મુદ્દે EDએ લગાવેલા તમામ આરોપ ખોટા અને પાયાવિહોણા છે: મેહુલ ચોકસી, જુઓ આ વીડિયો

નવી દિલ્હી,

પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવી વિદેશમાં ભાગી જનાર મેહુલ ચોકસીનો વીડિયો સામે આવ્યો છે. ન્યુઝ એન્જસી ANI દ્વારા બહાર પાડવામાં આવેલા આ વીડિયોમાં ગોટાળાનો મૂળ સુત્રધાર એવા મેહુલ ચોકસી ભારત સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલા પોતાના પાસપોર્ટ અંગે વાત કરી રહ્યો છે.

મેહુલ ચોકસી આ વીડિયોમાં જણાવી રહ્યો છે કે, “પંજાબ નેશનલ બેંક મુદ્દે ED દ્વારા લગાવવામાં આવી રહેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે”.

ન્યુઝ એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં તે સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા પાસપોર્ટ અંગે જણાવી રહ્યો છે.

મેહુલ ચોક્સીએ જણાવ્યું, “મને ૧૬ ફેબ્રુઆરીના રોજ પાસપોર્ટ રિજિયોનલ ઓફિસ દ્વારા એક ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં સુરક્ષાના કારણોસર તમારો પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે”.

“ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરીના રોજ પાસપોર્ટ રદ્દ કરવા અંગે મારા દ્વારા મુંબઈ સ્થિત પાસપોર્ટ ઓફિસમાં એક ઈ-મેઈલ કરવામાં આવ્યો છે, જેમાં પાસપોર્ટ રદ્દ કરવા માટેના કારણો અંગે જણાવ્યું હતું”.

“પરંતુ ત્યારબાદ અત્યારસુધી પાસપોર્ટ ઓફિસ દ્વારા પાસપોર્ટ રદ્દ કરવા અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી”.

હાલમાં એન્ટીગુઆમાં છે મેહુલ ચોકસી

અત્રે ઉલ્લેખનીય છે કે, PNB સ્કેમના મુખ્ય કૌભાંડીમાંનો એક મેહુલ ચોકસી હાલમાં એન્ટીગુઆમાં છે.

આ પહેલા માર્ચ મહિનામાં આ કૌભાંડ મુદ્દે કાર્યવાહી કરતા તેઓની ૧૨૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ ઉપરાંત ED દ્વારા મેહુલ ચોકસી સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરવા માટે ઇન્ટરપોલની ઓઅન મદદ લેવામાં આવી રહી છે.

પંજાબ નેશનલ બેંકમાં આચર્યું હતું ૧૩૦૦૦ કરોડ કરતા વધુ રૂપિયાનું કૌભાંડ

મહત્વનું છે કે, અબજોપતિ ડાયમંડ જવેલરી કિંગ નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંક (PNB)ની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાન્ચના અમુક કર્મચારીઓ સાથે મળીને ૧૩૦૦૦ કરોડ કરતા વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું અને ત્યારબાદ બંને આરોપીઓ દેશ છોડીને ભાગી ગયા હતા.

આ કૌભાંડ બહાર આવ્યા બાદ ED અને CBI દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. PNB કૌભાંડ બાદ ED દ્વારા દેશભરમાં આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને અંદાજે ૭૫૦૦ કરોડ રૂપિયા કરતા વધુ રકમની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે.

બીજી બાજુ PNB સ્કેમના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેઓના પાસપોર્ટ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે.