Not Set/ શું છે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કોલ્ડ વોરનું સત્ય? સુષ્મિતા સેને કહ્યું આ જાણો

1994 માં  સુષ્મિતા સેન મિસ યુનિવર્સ  અને ઐશ્વર્યા રાય બચ્ચન મિસ વર્લ્ડ બની. એવું કહેવાય છે કે શરૂઆતથી બંને વચ્ચે કોઈ સારો સંબંધ નથી. આ માટેનું મુખ્ય કારણ એ હતું કે સુષ્મિતાની તુલનામાં ઐશ્વર્યા ફેશન અને મોડલ વર્લ્ડમાં મોટું નામ હતું. હવે એક ઈન્ટરવ્યુંમાં આટલા વર્ષો પછી સુષ્મિતાએ ઐશ્વર્યા સાથે કોલ્ડ વોર પર નિવેદન આપ્યું […]

Top Stories Entertainment
a 4 શું છે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કોલ્ડ વોરનું સત્ય? સુષ્મિતા સેને કહ્યું આ જાણો

1994 માં  સુષ્મિતા સેન મિસ યુનિવર્સ  અને ઐશ્વર્યા રાય બચ્ચન મિસ વર્લ્ડ બની. એવું કહેવાય છે કે શરૂઆતથી બંને વચ્ચે કોઈ સારો સંબંધ નથી. આ માટેનું મુખ્ય કારણ એ હતું કે સુષ્મિતાની તુલનામાં ઐશ્વર્યા ફેશન અને મોડલ વર્લ્ડમાં મોટું નામ હતું. હવે એક ઈન્ટરવ્યુંમાં આટલા વર્ષો પછી સુષ્મિતાએ ઐશ્વર્યા સાથે કોલ્ડ વોર પર નિવેદન આપ્યું છે. આ સાથે મતભેદના સમાચારનું સત્ય પણ જણવ્યું છે.

સુષ્મિતાએ ઐશ્વર્યા રાય સાથે કોલ્ડ વોરના સમાચારને ખોટા જણાવ્યા છે. તેણે કહ્યું, “હું હંમેશાંથી જ ઐશ્વર્યા રાયના પ્રતિ વોર્મ રહી છું. મારા અને ઐશ્વર્યા વચ્ચે ખાટા સંબંધ હોવાની વાત ભ્રમ છે. “સુષ્મિતા-ઐશ્વર્યાને મિત્ર કહી શકાય? આ પ્રશ્નનો જવાબ આપતા અભિનેત્રીએ કહ્યું – આ માટે પહેલા અમારે એકબીજા સાથે સમય પસાર કરવો પડશે. પરંતુ અમે ખાતરીપૂર્વક એકબીજા સાથે મૈત્રીપૂર્ણ છીએ.

સુષ્મિતા સેને તેના આ કેન્ડિડ ઇન્ટરવ્યૂમાં જીવન સાથે સંકળાયેલા રહસ્યોનો ખુલાસો કર્યા. તેણે એ પણ કહ્યું કે, તેની સૌથી મોટી પુત્રી રેનેએ કેવું રીએક્ટ કર્યું હતું જ્યારે જાણવા મળ્યું કે તે દત્તક બાળક છે? જાણો રેનેના તેની જીવનું આટલો મોટું સત્ય સુષ્મિતાએ કેવી રીતે જણાવ્યું?

સુષ્મિતાએ કહ્યું કે ” મેં રેને રમત દ્રારા આ વાત કહી. અમે એક-બીજાની અપોઝિટ રમી રહ્યા હતા. મેં કહ્યું કે એડોપ્ટેડ અને બાયોલોજીકલ. આ પર રેને ને કહ્યું, ‘મને દત્તક લેવામાં આવી છે? મેં કહ્યું, હા, બાયોલોજીકલ બોરિંગ છે. તું ખાસ છે, તું દિલથી જન્મેલી છો. પછી તે   દરેકને જણાવે છે, ‘તમે બાયોલોજીકલ છો? તમે બોરિંગ છે. ”

સુષ્મિતાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સુષ્મિતા સેન લાંબા સમયથી બોલીવુડથી દૂર છે. સુષ્મિતા તેના ફોટાઓ અને બોયફ્રેન્ડ રોહમન શોલના કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. જલ્દી સુષ્મિતાના ભાઈ રાજીવ સેનના લગ્ન થવાના છે.