નિર્ણય/ અફઘાનિસ્તાનમાં રહેતા 100 થી વધુ શીખ-હિન્દુઓને ભારતના વિઝા આપવામાં આવ્યા,ગુરૂદ્વારા પર થયો હતો હુમલો

ભારત સરકારે અફઘાનિસ્તાનના 100 થી વધુ શીખ અને હિન્દુ નાગરિકોને ભારતના વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે ઈ-વિઝા જારી કર્યા છે.

Top Stories India
8 24 અફઘાનિસ્તાનમાં રહેતા 100 થી વધુ શીખ-હિન્દુઓને ભારતના વિઝા આપવામાં આવ્યા,ગુરૂદ્વારા પર થયો હતો હુમલો

ભારત સરકારે અફઘાનિસ્તાનના 100 થી વધુ શીખ અને હિન્દુ નાગરિકોને ભારતના વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે ઈ-વિઝા જારી કર્યા છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા 18 જૂને રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કર્તે પરવાન પર આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ અહીં અનેક બ્લાસ્ટ કર્યા હતા.હુમલામાં ગુરુદ્વારાના મુસ્લિમ સુરક્ષા ગાર્ડનું મોત થયું હતું. ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી બેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કર્તે પરવાન ગુરુદ્વારા સમિતિના સભ્ય તલવિંદર સિંહ ચાવલાએ ઘટનાસ્થળની બહારથી આજ તકને જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Accident/ લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત,4 લોકોના ઘટનાસ્થળે મોત,બેની હાલત ગંભીર

ગુરુદ્વારા પર હુમલા બાદ પવિત્ર ગ્રંથને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું,  . આ હુમલા બાદ વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે પવિત્ર ગુરુદ્વારા પર હુમલાના સમાચારથી અમે ખૂબ જ ચિંતિત છીએ.

Fire/ મુંબઈમાં 16 માળની ઈમારતમાં ભીષણ આગ, બે એપાર્ટમેન્ટમાં ફસાયેલા 14 લોકોને બચાવાયા

પ્રાપ્ત માહિતી અનુસાર કાબુલમાં ગુરુદ્વારા પર હુમલા પાછળ ISIS ખોરાસાનનો હાથ હતો. હુમલો સવારે 7:15 વાગ્યે (ભારતીય સમય મુજબ 8.30 વાગ્યે) થયો હતો. ગુરુદ્વારાની સુરક્ષા દરમિયાન 3 તાલિબાન સૈનિકો પણ ઘાયલ થયા હતા. હુમલા સમયે ગુરુદ્વારામાં સવારની પ્રાર્થના માટે 25-30 અફઘાન હિન્દુઓ અને શીખો હાજર હતા.