પ્રહાર/ દેશને મુસ્લિમ સમાજ બચાવી શકે છે તેવા કોંગ્રેસ નેતાના નિવેદન પર મુખ્યમંત્રીના આકરા પ્રહાર

ગુજરાત ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હવે ચૂંટણી પ્રચાર તેજ થઇ ગયો છે,રાજકિય પાર્ટીઓ એક બીજા પર આક્ષેપ  કરી રહી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 4 3 દેશને મુસ્લિમ સમાજ બચાવી શકે છે તેવા કોંગ્રેસ નેતાના નિવેદન પર મુખ્યમંત્રીના આકરા પ્રહાર
ગુજરાત ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હવે ચૂંટણી પ્રચાર તેજ થઇ ગયો છે,રાજકિય પાર્ટીઓ એક બીજા પર આક્ષેપ  કરી રહી છે,નીચલા સ્તર પર રાજકારણ થવા લાગ્યું છે. ગુજરાતમાં હવે હિન્દુ મુસ્લિમની રાજનીતિ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, વિકાસ અને શિક્ષણની વાતો પર મત માગનારા નેતાઓએ હવે ધર્મનું હથિયાર ઉગામ્યું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરે વિવાદિત નિવેદન આપતા તેમના આ નિવેદન પર મુખ્યમંત્રીએ આકરા પ્રહાર કર્યો છે.       સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચન્દનજી ઠાકોર સામે આવેલી ભીડ જોઈ ભાન ભુલ્યા હતા અને તેમણે વિવાદીત નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે તેમને કંઈક નવું કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ આપીને છેતરાયા છીએ, કોઈએ એકને છેતર્યો હોય તો ઠીક છે, પરંતુ તેમણે આખા દેશને ખાડામાં નાખી દીધો છે. દેશને કોઈ જ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસ પાર્ટી જો કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે છે.આ નિવેદન બાદ રાજનીતિ ગરમાયું છે. આ નિવેદન મામલે મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હારના ડરથી કોંગ્રેસ ફરી લધુમતી તુષ્ટિકરણનો આશરો લે છે, પરતું કોંગ્રેસને હારમાંથી કોઇ બચાવી શકશે.