એશિયા કપ/ ઈન્ડિયા ટીમના નવા કોચ તરીકે આ પૂર્વ ખેલાડીની BCCIએ કરી જાહેરાત

. ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી શરૂ થશે અને ભારતીય ટીમ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે

Top Stories Sports
2 38 ઈન્ડિયા ટીમના નવા કોચ તરીકે આ પૂર્વ ખેલાડીની BCCIએ કરી જાહેરાત

VVS લક્ષ્મણ એશિયા કપ 2022માં રાહુલ દ્રવિડની જવાબદારી નિભાવશે. ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી શરૂ થશે અને ભારતીય ટીમ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. લક્ષ્મણને ભારતીય ટીમનો વચગાળાનો કોચ બનાવવામાં આવ્યો છે.

UAE જતા પહેલા ભારતીય કોચ દ્રવિડ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા, ત્યારબાદ BCCIએ કહ્યું હતું કે દ્રવિડ ટીમ સાથે નથી જઈ રહ્યા.દ્રવિડની ગેરહાજરીમાં, લક્ષ્મણ પણ ભારતીય ટીમ સાથે ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયો હતો, જ્યાં ભારતે ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. જોકે દ્રવિડ એશિયા કપમાંથી સંપૂર્ણ રીતે બહાર થયા નથી. જો દ્રવિડનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો તે UAEમાં ટીમ સાથે જોડાશે. લક્ષ્મણ  હાલમાં વાઈસ કેપ્ટન કેએલ રાહુલ, દીપક હુડા, અવેશ ખાન સાથે હરારેથી દુબઈ જવા રવાના થયા છે.

ઉલ્લેથનીય છે કે લક્ષ્મણ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ માટે ભારતીય ટીમના અસ્થાયી કોચ રહેશે કારણ કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોવિડ-19 માટે પોઝિટિવ આવ્યા બાદ યુએઈનો પ્રવાસ કરી શક્યા નથી. . ઉલ્લેખનીય છે કે, BCCIએ ટુર્નામેન્ટ માટે લક્ષ્મણને કોચ તરીકે સત્તાવાર રીતે નામ આપ્યું નથી.

બોર્ડે અગાઉ મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, દ્રવિડ BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને તેનામાં હળવા લક્ષણો છે. એકવાર તે નેગેટિવ કોવિડ-19 રિપોર્ટ સાથે પરત આવશે ત્યારે તે ટીમમાં જોડાશે.