Not Set/ અમદાવાદમાં આખી રાત વરસ્યો વરસાદ,દીવાલ પડતા 4 દટાયા

અમદાવાદ, અમદાવાદમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે.આખી રાત ચાલેલા વરસાદને કારણે શહેર આખું પાણી પાણી થઈ ગયું હતું.સતત ચાલુ રહેલા વરસાદને કારણે શહેરમાં દુર્ઘટનાઓ પણ બની હતી. સાઉથ બોપલમાં આવેલા ક્લબ O7 રોડ પર સ્થિત નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધસી પડતા 4 લોકો દટાયા હતા. બનાવ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે […]

Top Stories
Untitled 1 અમદાવાદમાં આખી રાત વરસ્યો વરસાદ,દીવાલ પડતા 4 દટાયા

અમદાવાદ,

અમદાવાદમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે.આખી રાત ચાલેલા વરસાદને કારણે શહેર આખું પાણી પાણી થઈ ગયું હતું.સતત ચાલુ રહેલા વરસાદને કારણે શહેરમાં દુર્ઘટનાઓ પણ બની હતી.

સાઉથ બોપલમાં આવેલા ક્લબ O7 રોડ પર સ્થિત નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધસી પડતા 4 લોકો દટાયા હતા. બનાવ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને સોલા સિવિલ લઇ જવાયા હતા

અમદાવાદમાં પાણી ભરાવવાના કારણે ઉસ્માનપુરા, અખબારનગર અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રહલાદનગર વિસ્તારમાં વૃક્ષો પડ્યા હોવાના પણ અહેવાલ છે.

શહેરમાં ચાર અન્ડરપાસને સુરક્ષા કારણોસર બંધ કરવામાં આવ્યા હતા. શાહીબાગ, ઉસ્માનપુરા, અખબારનગર અને પરિમલ ગાર્ડન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે તેને બંધ કરવામાં આવ્યા હતા. જોકે, ટ્રાફિકને કારણે શાહીબાગ અને ઉસ્માનપુર અન્ડરપાસને ખુલ્લા કરવામાં આવ્યા હતા.

રમાં ગત રાત્રે સરેરાશ પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નોંધાય છે. અહીં એક રાતમાં 8.18 ઈંચ વરસાદ પડ્યો છે તેવું કોર્પોરેશનના આંકડા કહી રહ્યા છે. ભારે વરસાદને કારણે પશ્ચિમ અમદાવાદ ઉપરાંત શહેરના વેજલપુર, સરખેજ તેમજ જુહાપુરા વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. અન્ય ઝોનમાં હાટકેશ્વર, મણીનગર, સરસપુર જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.

અતિ ભારે વરસાદને કારણે નર્મદા નદીમાંથી શુક્રવારે મધરાતે સાબરમતી નદીમાં 2800 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. એક સાથે આટલું પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું હોવાની ઘટના 2015 પછી પહેલીવાર બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.