Not Set/ અમદાવાદમાં અનરાધાર અનેક વિસ્તારો પાણી જ પાણી, ઝાડ ધરાશાય, દિવાલ ઘસી

ગુજરાતભરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ત્યારે અમદાવાદમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ એકધારે ખાબકતા જનજીવનમાં સુસ્તી જોવામાં આવી રહી છે. અનેક જગ્યાએ સામાન્ય તો નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હોવાથી તંત્રની લોકોને બહાર ન નીકળવા અને અનીવર્ય સંજોગોમાં બહાર નીકળતા હો તો તકેદારી રાખવા અપીલ […]

Top Stories Ahmedabad Gujarat
ahm અમદાવાદમાં અનરાધાર અનેક વિસ્તારો પાણી જ પાણી, ઝાડ ધરાશાય, દિવાલ ઘસી

ગુજરાતભરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ત્યારે અમદાવાદમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ એકધારે ખાબકતા જનજીવનમાં સુસ્તી જોવામાં આવી રહી છે. અનેક જગ્યાએ સામાન્ય તો નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હોવાથી તંત્રની લોકોને બહાર ન નીકળવા અને અનીવર્ય સંજોગોમાં બહાર નીકળતા હો તો તકેદારી રાખવા અપીલ કરી છે. અનેક સ્થળોએ ઝાડ પડવાની ઘટના બની , તો અમદાવાદનાં સોલા વિસ્તારમાં દિવાલ પડી જવાની ધટના પણ સામે આવી છે. દિવાલ ઘરાશાય થતા 4 લોકો દટાયાની માહિતી સામે આવી રહી છે. તંત્ર અને સ્થાનિકો દ્વારા દટાયેલા લોકોની મદદ કરી રેસ્ક્યુ કામગીરી કરવામા આવી રહી છે.

24 કલાકમાં 8 ઇંચ વરસાદ

શહેરમાં ગઇકાલથી સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી જ પાણી ભરાયાલા જેવામાં આવી રહ્યા છે. અનેક વિસ્તારમાં મધરાતથી વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આમતો ધીમી મધ્યમગતિ સાથે વરસી રહેલા મેહુલીયાથી કોઇ મોટી ખાનખરાબી નોંઘવામાં આવી નથી. રોડ પર પાણી ભરાયા છે પણ સામાન્યતા વાહન વ્યવહાર બંધ થઇ જાય તેવા પાણી ન હોવાથી યાતાયાતમાં સુસ્તી જોવામાં આવી રહી છે. શહેરનાં ગોતા, એસ.જી.હાઇવે, ઇસ્કોન, જોધપુરમાં રાતથી જ એકઘારો વરસાદ વરસી રહ્યો છે. તે નરોડા, કૃષ્ણનગર સહિતમાં પણ આવી જ સ્થિતિ જોવામા આવી રહી છે.

ભારે વરસાદનાં કારણે સ્કૂલ – કોલેજોમાં રજા જાહેર

શહેરમાં વરસેલા અને હાલ પણ વરસી રહેલા અવિરત વરસાદનાં પગલે, તકેદારીનાં ભાગ રૂપે સ્કૂલ અને કોલેજોમાં તંત્ર દ્વારા રજા જાહેર કરી દેવામા આવી છે.

ઝાડ ધરાશાયી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ahd1.PNG4 અમદાવાદમાં અનરાધાર અનેક વિસ્તારો પાણી જ પાણી, ઝાડ ધરાશાય, દિવાલ ઘસી

જો કે ભારે અને એકધારા વરસાદને કારણે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ધટના સામે આવી રહી છે. જજીસ બંગ્લો, સીન્ધુ ભવન માર્ગ પર ઝાડ ધરાશાયી થયા છે. તો અકબાર નગર, નિર્ણય નગર અન્ડર પાસ, પરિમલ અન્ડર પાસ, ઉષ્માનપુરા અન્ડર પાસ બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તો પાણીનાં કારણે આપમેળે જ બંધ થઇ ગયા છે તેવુ પણ કહીં જ શકાય. સામે આમદાવાદ શહેરનાં અનેક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પાણી ભરાય જવાની સમસ્યા જોવામાં આવી રહી છે.

હાટકેશ્વર સર્કલ સંપૂર્ણ બેટમા ફેરવાયુ

અમદાવાદનું હાટકેશ્વર સર્કલ સંપૂર્ણ બેટમાં ફેરવાયુ હોવા તેવી સ્થિતિ સર્જાઇ છે. અવીરત વરસદા વરસાદમાં પાણી ભરાય જતા આવી સ્થિતિ ઉદ્દભવી છે. ખોખરા થી હાટકેશ્વર CTM માર્ણ પાણીમાં ગરકાવ જોવામાં આવી રહ્યો છે. તો મણિનગર ગોરનાં કુવા માર્ગ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે. મણિનગર ગોરનાં કુવા વિસ્તારમાં પાણી ભરાયા ગયા છે. અમરાઈવાડી મેટ્રો રેલની પાસે જનતાનગરમાં પણ પાણી ભરાયા છે.

CTM પાસે અનેક  વિસ્તારમાં ભરાયા પાણી

ahd1.PNG6 અમદાવાદમાં અનરાધાર અનેક વિસ્તારો પાણી જ પાણી, ઝાડ ધરાશાય, દિવાલ ઘસી

રાજપુર પોસ્ટ ઓફિસ પાસે પણ ભરાયા છે. તો જોગણી માતાના મંદિર પાસે, જામફળવાડી, રામોલ માર્ગ પર કુશાભાઉ ઠાકરે હોલ સામે, કેનાલ પાસે ઘરોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે.

વટવા-મણિનગર પણ પાણી પાણી

ahd1.PNG5 અમદાવાદમાં અનરાધાર અનેક વિસ્તારો પાણી જ પાણી, ઝાડ ધરાશાય, દિવાલ ઘસી

વટવા પુનિતનગર રેલવે ફાટક પાસે, ખોખરા પાસે ગુ.હા.બો.માં, મિલ્લતનગર વિસ્તાર, ઈશનપુર માર્ગ, મણિનગર જવાહર ચોક સહિતનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યાની સાથે સાથે આ વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હોવાથી લોકો હાલાકી વેઠી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.