અમદાવાદ/ રથયાત્રાની પહિંદવિધી રાજયપાલ કે ગૃૃહમંત્રી કરાવી શકે છે!સત્તાવાર કોઇ જાહેરાત થઇ નથી

આ રથયાત્રા જગન્નાથપુરી બાદ રાજ્યની સૌથી મોટી રથયાત્રા છે, રથયાત્રાને માંડ એક દિવસ રહ્યો છે ત્યારે વર્ષોની પરંપરા તૂટે તેવી પુરી શક્યતા રહેલી છે

Top Stories Gujarat
રથયાત્રા

અમદાવાદની રથયાત્રા શ્રદ્વાળુઓ માટે ખુબ મહત્વની છે, આ રથયાત્રા જગન્નાથપુરી બાદ રાજ્યની સૌથી મોટી રથયાત્રા છે, રથયાત્રાને માંડ એક દિવસ રહ્યો છે ત્યારે વર્ષોની પરંપરા તૂટે તેવી પુરી શક્યતા રહેલી છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતા તે હોમ આઇસોલેટ થયા છે. તેઓ કોરોના પોઝિટિવ મળી આવતા રથયાત્રામાં કરવામાં આવતી પહિંદવિધી પર પ્રશ્ન ઉભો થયો છે.આ પહિંદવિધિ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત  કરી શકે છે. તેમની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ પણ હાજર રહેશે તેવી હાલમાં ચર્ચા જોરમાં છે.

આચાર્ય દેવવ્રત આવતીકાલે પહિંદવિધિ કરે તેવી ચર્ચા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના પ્રતિનિધિ તરીકે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ પહિંદવિધિ કરી શકે છે. જોકે મોસ્ટ સિનિયર મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ પણ ચર્ચામાં છે.

ચર્ચાઓની વચ્ચે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના ગાઈડલાઇન્સના પાલનની વચ્ચે પણ પહિંદ વિધિ કરાવે તેવી ચર્ચા છે. જોકે, કોરોનાના પ્રોટોકોલ મુજબ હાજર રહે તેવી શક્યતા ખૂબ જ ઓછી જણાય છે. જગન્નાથ મંદિર તરફથી જાણકારી મળી રહી છે કે, પહિંદવિધિનો નિર્ણય સરકાર લેશે. રાજ્ય સરકાર કે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હજી સુધી પહિંદવિધિ અંગે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રથયાત્રા / જગન્નાથ રથયાત્રામાં પત્ની રુક્મિણીનો રથ કેમ નથી? જાણો કારણ

ઉલ્લેખનીય છે કે વર્ષોની પરંપરા રહી છે કે પહિંદવિધિ મુખ્યમંત્રી કરતા હોય છે,પરતું આ વખતે તે પરંપરા તૂટી જશે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. આ વર્ષે રથયાત્રાની વિધિ પહિંદવિધી મુખ્યમંત્રી કરી શકશે નહી તો કોણ કરશે તેની હાલ ચર્ચા ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી રથયાત્રા બંધ હતી જ્યારે હવે રથયાત્રા નિકળવાની છે ત્યારે જ મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થતા હવે પહિંદવિધિ કોણ કરશે તે સૌથી મોટો સવાલ થઇ રહ્યો છે.