મહારાષ્ટ્ર/ રમખાણો દરમિયાન એકનાથ શિંદેએ રિક્ષા ચલાવીને એક નિર્દોષનો જીવ બચાવ્યો હતો, જુના પાડોશીએ કહી આ વાત

30 જૂન 2022ની તારીખે મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. એકનાથ શિંદેએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે

Top Stories India
8 2 22 રમખાણો દરમિયાન એકનાથ શિંદેએ રિક્ષા ચલાવીને એક નિર્દોષનો જીવ બચાવ્યો હતો, જુના પાડોશીએ કહી આ વાત

30 જૂન 2022ની તારીખે મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. એકનાથ શિંદેએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ ડેપ્યુટી સીએમ માટે શપથ લીધા હતા. હવે રાજ્યમાં નવી સરકાર બનવા જઈ રહી છે, જેનું નેતૃત્વ એકનાથ શિંદે કરશે.

એક સમય એવો હતો જ્યારે શિંદેએ તેમના જીવનના 35 વર્ષથી વધુ સમય મુંબઈના થાણે જિલ્લામાં વિતાવ્યા હતા. તેમના પડોશીઓનું કહેવું છે કે 1989ના રમખાણો દરમિયાન એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો હતો. ત્યારે તેમને હોસ્પિટલ લઈ જવા માટે રિક્ષા ઉપલબ્ધ ન હતી. તે સમયે શિંદે તેમની રિક્ષા કાઢી અને બાળક તથા તેની માતાને હોસ્પિટલ લઈ ગયા. બાદમાં બંનેના જીવ બચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એકનાથ શિંદેનું નામ આગળ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

પીએમ મોદીએ શિંદેને મુખ્યમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેણે ટ્વીટ કરીને લખ્યું કે હું એકનાથ શિંદેને સીએમ બનવા બદલ અભિનંદન આપું છું. તેમની પાસે રાજકીય થી વહીવટી અનુભવ છે. તેઓ મહારાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કરશે. દેવેન્દ્ર ફડણવીસ માટે મોદીએ લખ્યું કે તેઓ બધા માટે પ્રેરણા છે. તેમનો અનુભવ આ સરકાર માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તેમની સાથે મહારાષ્ટ્રનો વિકાસ વધુ ઝડપથી થશે.